space science/ પહેલીવાર યુએઇની મહિલા અવકાશયાત્રી બનશે

મેજર હજ્જા અલ મંસૂરી યુએઇના પ્રથમ અવકાશયાત્રી હતાં

World
spce પહેલીવાર યુએઇની મહિલા અવકાશયાત્રી બનશે

બિન રાશિદ અલ મકતુમે ટવીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટવીટમાં કહ્યું કે અલ માતુશી અને મોહમ્મદ અલ મુલ્લાને 4 હજાર ઉમેદવારમાંથી પસંદ કરવામાં આવ્યા છે

સંયુકત અરબ અમીરાતે પોતાના અંતરિક્ષ કાર્યક્રમ માટે બે અંતરિક્ષ યાત્રીઓની જાહેરાત કરી છે. ઇતિહાસમાં પહેલીવાર યુએઇની મહિલા અવકાશયાત્રી બનશે. યુએઇ સાથે આરબ દેશોમાંથી પ્રથમ મહિલા હશે કે જે અવકાશયાત્રી બનશે. દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે ટવીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટવીટમાં કહ્યું કે અલ માતુશી અને મોહમ્મદ અલ મુલ્લાને 4 હજાર ઉમેદવારમાંથી પસંદ કરવામાં આવ્યા છે.

અલ મુલ્લાનો જન્મ 1988માં થયો હતો તે હાલમાં દુબઇ પોલીસ સાથે પાયલોટ તરીકે સેવા આવે છે. અને ટ્રેનિંગ વિભાગના પ્રમુખ છે

નુરા અલ માતુશીનો જન્મ 1993માં થયો હતો, તે અબુ ધાબીમાં રાષ્ટ્રીય પેટ્રોલિયમ કંપનીમાં એન્જિનયર તરીકે સેવા આપે છે. જયારે અલ મુલ્લાનો જન્મ 1988માં થયો હતો તે હાલમાં દુબઇ પોલીસ સાથે પાયલોટ તરીકે સેવા આવે છે. અને ટ્રેનિંગ વિભાગના પ્રમુખ છે.

 2019માં આંતરરાષ્ટ્રીય અવકાશ મિશનમાં આઠ દિવસ સુધી રહેવા વાળા મેજર હજ્જા અલ મંસૂરી યુએઇના પ્રથમ અવકાશયાત્રી હતાં

અવકાશયાત્રી તરીકે પસંદગી થયા બાદ બન્ને ટેકસાસના હ્યુસ્ટનના નાસાના જોનસેન સ્પેંસ સેન્ટરમાં ટ્રેનિંગ લેશે. જયારે 2019માં આંતરરાષ્ટ્રીય અવકાશ મિશનમાં આઠ દિવસ સુધી રહેવા વાળા મેજર હજ્જા અલ મંસૂરી યુએઇના પ્રથમ અવકાશયાત્રી હતાં.