ms dhoni/ શું ધોની IPLમાં છેલ્લી વખત મેચ રમશે? અંબાતી રાયડુએ આ શું કહ્યું…

મહેન્દ્ર સિંહ ધોની 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. તેમની સુકાનીમાં CSK ટીમ પાંચ વખત IPL ટ્રોફી જીતી ચુકી છે. ધોનીની ગેરહાજરીમાં સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાએ ઘણી વખત CSKની કમાન સંભાળી છે. જાડેજા વર્ષ 2022માં CSKનો કેપ્ટન બન્યો હતો………….

Sports
Beginners guide to 2024 03 16T142610.574 શું ધોની IPLમાં છેલ્લી વખત મેચ રમશે? અંબાતી રાયડુએ આ શું કહ્યું...

IPL 2024: IPL 2024ની મેચ 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચે રમાવાની છે. IPLના પ્રથમ તબક્કાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જે 7 એપ્રિલ સુધી ચાલશે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બીજા તબક્કાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં પાંચ વખત IPL ટ્રોફી જીતી છે. ધોનીની ઉંમર 42 વર્ષની છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ તેની છેલ્લી સિઝન હોઈ શકે છે. હવે અંબાતી રાયડુએ ધોની માટે મોટી વાત કહી છે.

MS Dhoni: Ambati Rayudu praises MS Dhoni's leadership, credits him for  CSK's success | Cricket News - Times of India

અંબાતી રાયડુનું નિવેદન

ગયા વર્ષે ક્રિકેટને અલવિદા કહેનાર અંબાતી રાયડુએ કહ્યું હતું કે ધોની ઇમ્પેક્ટ પ્લેયર નિયમ દ્વારા મધ્ય ઓવરોમાં કેપ્ટનશીપ અન્ય કોઈને સોંપી શકે છે. આ વર્ષ CSK માટે બદલાવનું હોઈ શકે છે. હું ઈચ્છું છું કે તે કેપ્ટન બને. ધોનીએ તાજેતરમાં ફેસબુક પોસ્ટમાં સંકેત આપ્યો હતો કે તે આ વર્ષે IPLમાં નવી ભૂમિકા ભજવશે.

મહેન્દ્ર સિંહ ધોની 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. તેમની સુકાનીમાં CSK ટીમ પાંચ વખત IPL ટ્રોફી જીતી ચુકી છે. ધોનીની ગેરહાજરીમાં સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાએ ઘણી વખત CSKની કમાન સંભાળી છે. જાડેજા વર્ષ 2022માં CSKનો કેપ્ટન બન્યો હતો. પરંતુ સતત હાર બાદ તેણે કેપ્ટન્સી અધવચ્ચે જ છોડી દીધી અને પછી ધોની ફરીથી કેપ્ટન બન્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટનોમાં થાય છે. તેને શાંત અને ચતુર બુદ્ધિથી તેણે CSK ટીમ માટે ઘણી મેચો જીતી છે. તેણે આઈપીએલમાં 226 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી તેણે 133માં જીત અને 91માં હારનો સામનો કરવો પડ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક

આ પણ વાંચો:આ વર્ષ જ નહી, ધોની હજી બે-ત્રણ વર્ષ IPL રમે તો આશ્ચર્ય ન પામતાઃ કુંબલે

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી તક