Politics/ શું મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ રાજકારણથી સન્યાસ લેશે..?

શું મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ રાજકારણથી સન્યાસ લેશે..?

Top Stories India
robo dainasor 31 શું મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ રાજકારણથી સન્યાસ લેશે..?

મધ્યપ્રદેશમાં પહેલા સરકાર ગુમાવનારા અને હાલમાં જ પેટા-ચૂંટણીમાં હારનો સામનો કરનારા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના એક નિવેદન હડકંપ મચી ગયો છે.  જી હા કમલનાથે રાજનીતિ છોડવાના સંકેત આપતા હવે લાગે છે કે કૉંગ્રેસમાં નથી બધુ બરાબર.

મધ્ય પ્રદેશમાં પહેલા સરકાર ગુમાવનારા અને હાલમાં જ પેટા-ચૂંટણીમાં હારનો સામનો કરનારા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મોટું નિવેદન આપ્યું છે. રવિવારના છિંદવાડામાં સમર્થકોને સંબોધિત કરતા કમલનાથે રાજનીતિ છોડવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, હવે હું આરામ કરવા ઇચ્છુ છું, મે ઘણું બધુ મેળવ્યું છે. કૉંગ્રેસમાં સતત કમલનાથ વિરુદ્ધ ઊઠી રહેલી અવાજોની વચ્ચે તેમના આ નિવેદનના અનેક અર્થ નીકાળવામાં આવી રહ્યા છે.

કમલનાથ ફક્ત કોઈ પદ છોડવાની વાત કરી રહ્યા છે કે પછી રાજનીતિથી વિદાય લેવાની વાત કરી રહ્યા છે તેના પદ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. કમલનાથ અત્યારે પોતાના દીકરા સાથે છિંદવાડા પ્રવાસે છે, જે તેમનો ગઢ મનાય છે. ઉલ્લેખનીય છે કે અત્યારે કમલનાથ મધ્ય પ્રદેશની વિધાનસભામાં વિપક્ષ નેતા હોવાની સાથે સાથે કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ છે. આવામાં તાજેતરમાં જ્યારે પેટા-ચૂંટણીમાં કૉંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો તો સતત અનેક નેતાઓ, ધારાસભ્યોએ તેમની વિરુદ્ધ મોરચો ખોલવાનું શરૂ કરી દીધું.

રાજ્યમાં નેતાઓ સતત કહી રહ્યા છે કે હવે કોઈ યુવા નેતૃત્વની જરૂર છે અને હારનું ઠીકરું કમલનાથ પર ફોડી રહ્યા છે. રાજ્યમાં કમલનાથ પર ખોટી ટિકિટ વહેંચણી, નબળા ઉમેદવારો અને ખોટી રણનીતિનો આરોપ લગાવ્યો. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યમાં વિધાનસભા પેટા ચૂંટણી થઈ હતી, ત્યારે પણ મુખ્યમંત્રી પદ માટે કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયામાં તકરાર થઈ હતી. ત્યારે કમલનાથ તો સીએમ બની ગયા હતા, પરંતુ કેટલાક સમય બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ છોડી દીધું હતુ અને કમલનાથની સરકાર પડી.

સિંધિયા અને તેમના સમર્થકોએ કૉંગ્રેસ છોડીને બીજેપીની ટિકિટ પર પેટા ચૂંટણીમાં જીત મેળવી. કેન્દ્રીય રાજનીતિમાં પોતાનો દબદબો બનાવ્યા બાદ ચૂંટણીની ઠીક પહેલા કમલનાથ રાજ્યની રાજનીતિમાં એક્ટિવ થયા હતા, તેમને સીએમ પદ પણ મળી ગયું હતુ, પરંતુ સતત હાર, સિંધિયાના પાર્ટી છોડવાના કારણે અને તેનાથી પેદા થયેલી અસરના કારણે કમલનાથ સતત બેકફૂટ પર આવતા ગયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…