Not Set/ અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા પ્રભાવને કારણે ભારતની સમસ્યાઓ વધશે..?

કાબુલમાં તાલિબાનની હાજરી ભારત માટે વ્યૂહાત્મક વિકલ્પોને જટિલ બનાવી શકે છે. તાજેતરના સમયમાં ચીન અને પાકિસ્તાન સાથે ભારતના સંબંધો વણસી ગયા છે. આવી સ્થિતિમાં કાબુલમાં તાલિબાનની હાજરીને કારણે નવી દિલ્હી માટે સમસ્યાઓ વધી શકે છે.

India
t અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા પ્રભાવને કારણે ભારતની સમસ્યાઓ વધશે..?

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ 19 પ્રાંતોની રાજધાનીઓ કબજે કરી છે અને કાબુલ તરફ કૂચ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં આખું અફઘાનિસ્તાન તાલિબાનના કબજામાં આવી શકે છે. કાબુલમાં તાલિબાનની હાજરી ભારત માટે વ્યૂહાત્મક વિકલ્પોને જટિલ બનાવી શકે છે. તાજેતરના સમયમાં ચીન અને પાકિસ્તાન સાથે ભારતના સંબંધો વણસી ગયા છે. આવી સ્થિતિમાં કાબુલમાં તાલિબાનની હાજરીને કારણે નવી દિલ્હી માટે સમસ્યાઓ વધી શકે છે.

ભારત સૌપ્રથમ અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોને બહાર નિકાળવાનું  કામ કરી રહ્યું છે.  ડિપ્લોમેન્ટ્સની હાજરી  પણ ઓછી કરવામાં આવી છે. કંધાર, મઝાર-એ-શરીફ, હેરાત ને જલાલાબાદના કોન્સ્યુલેટ્સ બંધ કરવામાં આવ્યા છે. માત્ર કાબુલ એમબેસી કાર્યરતછે.

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના હસ્તક

લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો, જે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદી વિસ્તારમાં પોતાનો અડ્ડો બનાવી રહ્યા છે, તાલિબાનના આગમન સાથે તેઓ સમગ્ર વિસ્તારમાં પોતાનો અડ્ડો બનાવી શકે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણનો અર્થ એ પણ છે કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીનો હાથ હશે. છેલ્લા 20 વર્ષમાં ભારતે અફઘાનિસ્તાનમાં જે વિકાસ અને માળખાકીય કામો કર્યા છે તે પણ કલંકિત થઈ શકે છે.

t2 અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા પ્રભાવને કારણે ભારતની સમસ્યાઓ વધશે..?

વેપાર પર જોખમ

તાલિબોનાના પગપેસારાથી ભારત-અફઘાનિસ્તાન વેપારને પણ અસર થઈ શકે છે કારણ કે અફઘાનિસ્તાન ગ્વાદર અને કરાચી બંદરો દ્વારા વેપાર કરશે જ્યારે ત્યાં તાલિબાન સત્તામાં છે. આવી સ્થિતિમાં ઈરાનના ચાબહાર પોર્ટમાં ભારતના રોકાણનો અફઘાનિસ્તાનના કેસમાં કોઈ ખાસ અર્થ રહેશે નહીં. આ જ કારણ છે કે અમેરિકા અને ચીને પાકિસ્તાન મારફતે જોડાણનો આગ્રહ રાખ્યો છે. નવનિર્મિત યુએસ-ઉઝબેકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન ક્વાડ ગ્રુપ એક ઉદાહરણ છે. ભારત દ્વારા બાંધવામાં આવેલા ઝારંજ-દેલારામ હાઇવે અને સલમા ડેમ પર તાલિબાનનો કબજો છે. અને ત્યાંના બાંધકામ હેઠળ ઘણા મોટા પ્રોજેક્ટ છે જે આવી સ્થિતીમાં જોખમા આવી જશે.

ઉગ્રવાદનો ખતરો

તાલિબાનના આગમન સાથે, વિશ્વભરમાં ઇસ્લામિક કટ્ટરવાદ વધવાનો ભય પણ છે અને તેની અસર ભારત પર પણ પડી શકે છે. અમેરિકી સમર્થન બાદ મુજાહિદે સોવિયત યુનિયનને હરાવ્યું. પરંતુ બાદમાં અફઘાનિસ્તાનમાં ઘણા આતંકવાદી અને કટ્ટરવાદી સંગઠનો સામે આવ્યા.

t3 અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા પ્રભાવને કારણે ભારતની સમસ્યાઓ વધશે..?

આવી સ્થિતીમાં  ભારત પાસે કેવા વિકલ્પ છે?

ભારત પાસે કેટલાક વિકલ્પો છે પરંતુ તે સરળ નથી. એક વિકલ્પ એ છે કે ભારત કાબુલમાં માત્ર લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને  જ ટેકો આપે અને માનવતાવાદી સહાય પૂરી પાડવાના તેના વલણને વળગી રહે. અન્ય એક વિકલ્પ એ પણ છે કે ભારતે ઈરાન મારફતે અફઘાન સેનાને લશ્કરી મદદ આપવી જોઈએ. પરંતુ તાલિબાને ધમકી આપી છે કે જો ભારત અફઘાન સેનાને ટેકો આપશે તો તેના પરિણામ ભોગવવા પડશે. તાલિબાન સાથે વાતચીત કરી શકાય, પરંતુ પાકિસ્તાન પરિબળ અને ઐતિહાસિક કારણો અને વર્તમાન પરિસ્થિતિને કારણે ભારત માટે તે ખૂબ જ મુશ્કેલ બની શકે

ભારત માટે વેઇટ એન્ડ વોચ જરૂરી 

જ્ર્યાં સુધી ભારતનો કોઇ એક પક્ષ જીતે નહીં ત્યાં સુધી ભારતે વેઇટ એન્ડ વોચની નિતી અપનાવી જોઇએ. અને ત્યાર પછી પોતાની પોલીસી પ્રમાણે કામ કરવુ જોઇએ જોકે આવા કારણોથી  ભારત અફઘાનિસ્તાનના મોટા ખેલાડીઓની યાદીમાંથી બહાર નિકળી શકે છે. તાજેતરમાં મોદી સરકારઅ દોહામાં થયેલી ‘વાટાઘાટો’ માં ભાગ લેવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું હતું પરંતુ ઉદ્ઘાટનથી દૂર રહ્યાહતા. તો આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનમાં ભારતનો માર્ગ  સરળ લાગતો નથી.