Not Set/ શું નીતિશ કુમાર બની રહેશે CM કે તેજસ્વી યાદવને મળશે જનતાનો ભરોશો? મતગણતરી શરૂ

આજે બિહારની તમામ 243 બેઠકો અને વાલ્મિકીનગર સંસદીય પેટા-ચૂંટણીઓનાં પરિણામો આવવાના છે, આગામી થોડા કલાકોમાં સામે આવશે કે બિહારનો તાજ કોણ પહેરશે, ચુસ્ત સુરક્ષા વચ્ચે મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. આપને જણાવી દઇએ કે, આ વખતે બિહારમાં ગઠબંધન મેદાનમાં છે, ચારગઠબંધન મેદાનમાં છે, પહેલું ગઠબંધન એનડીએનું છે, જેમાં જેડીયુ, ભાજપ અને માંઝીની હિન્દુસ્તાની આવામ […]

Top Stories India Politics
asdq 5 શું નીતિશ કુમાર બની રહેશે CM કે તેજસ્વી યાદવને મળશે જનતાનો ભરોશો? મતગણતરી શરૂ

આજે બિહારની તમામ 243 બેઠકો અને વાલ્મિકીનગર સંસદીય પેટા-ચૂંટણીઓનાં પરિણામો આવવાના છે, આગામી થોડા કલાકોમાં સામે આવશે કે બિહારનો તાજ કોણ પહેરશે, ચુસ્ત સુરક્ષા વચ્ચે મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે.

આપને જણાવી દઇએ કે, આ વખતે બિહારમાં ગઠબંધન મેદાનમાં છે, ચારગઠબંધન મેદાનમાં છે, પહેલું ગઠબંધન એનડીએનું છે, જેમાં જેડીયુ, ભાજપ અને માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા અને સહની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી) શામેલ છે, જ્યારે અન્ય ગઠબંધન આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું છે. જ્યારે ત્રીજા ગઠબંધનમાં કુશવાહાનાં આરએલએસપી, બીએસપી, જનતા પાર્ટી (સમાજવાદી) અને અસદુદ્દીન ઓવૈસીનાં એઆઈએમઆઈએમ શામેલ છે, જ્યારે ચોથા ગઠબંધનમાં પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટી અને ભીમ આર્મીનાં વડા ચંદ્રશેખરનો સમાવેશ છે. વળી એલજેપી આ દરેકથી અલગ પોતાના દમ પર ચૂંટણી મેદાનમાં છે.

આપને જણાવી દઇએ કે, ચિરાગ પાસવાન નીતિશકુમારને ચૂંટણી પ્રચાર દરમિયાન અયોગ્ય હોવાનું અને તેમની વિદાય હોવાનું જણાવી રહ્યા છે. હવે તેમની વાતો પર જનતાને કેટલો ભરોસો કર્યો છે, તે વાત પર પરથી પડદો થોડા કલાકોમાં ઉઠતો જોવા મળશે. જણાવી દઇએ કે, સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો 122 છે.