ગુજરાત/ સ્ટેમ્પ ડ્યુટી ઘટશે ? 50% ઘટાડો કરી રિયલ એસ્ટેટને તેજીમાં લાવવાનો વ્યૂહ

કોરોનાને કારણે ગુજરાતમાં શહેરોમાં રિયલ એસ્ટેટની બગડેલી હાલતને સુધારવા માટે રાજ્ય સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં ટૂંકા ગાળા માટે 50 ટકા ઘટાડો કરી બિલ્ડરોને બેઠા કરવાની દિશામાં આગળ વધી રહી છે.

Top Stories Gujarat Others
snack 20 સ્ટેમ્પ ડ્યુટી ઘટશે ? 50% ઘટાડો કરી રિયલ એસ્ટેટને તેજીમાં લાવવાનો વ્યૂહ

કોરોનાને કારણે ગુજરાતમાં શહેરોમાં રિયલ એસ્ટેટની બગડેલી હાલતને સુધારવા માટે રાજ્ય સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં ટૂંકા ગાળા માટે 50 ટકા ઘટાડો કરી બિલ્ડરોને બેઠા કરવાની દિશામાં આગળ વધી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે આ અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

ફ્લેટ સહિતની પ્રોપર્ટી ખરીદનારને ફાયદો થશે

રાજ્ય સરકાર પણ સ્થાનિક ચૂંટણી પહેલાં રિયલ એસ્ટેટ અંગે નિર્ણય લઇને ચૂંટણીમાં પણ ફાયદો મેળવવાની કોશિશ કરી શકે છે, જેમાં ફ્લેટ, મકાન કે અન્ય પ્રોપર્ટી ખરીદનારને મોટો ફાયદો થઇ શકે એ માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરી શકે છે.

બિલ્ડર એસોસિયેશન સરકારને વિનંતી કરતું હતું

કોરોનાની મહામારી વચ્ચે રિયલ એસ્ટેટનો મોટી અસર પડી છે.  રાજ્યના બિલ્ડર્સ એસોસિએશને આ સમયમાં સરકાર પાસે વિવિધ માગણીઓ કરી આ સેક્ટરને ઉપર લાવવાની વિનંતી કરી છે.  જેનો સ્વીકાર કરવામાં આવી શકે છે.  રાજ્ય સરકાર પ્રોપર્ટી પર લાગતી સ્ટેમ્પ ડ્યૂટીના દરોમાં મોટો ઘટાડો કરી પ્રોપર્ટી સસ્તી કરી શકે છે.

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સ્ટેમ્પ ડ્યુટી ઘટાડા પર હિલચાલ
  • રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા શરૂ કરી કવાયત્
  • હાલ અધિકારીઓ વચ્ચે મંત્રણાઓનો દોર
  • રિયલ એસ્ટેટને તેજીમાં લાવવાનો વ્યૂહ

સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં 50 ટકાનો ઘટાડો કરે તેવી સંભાવના છે. આ અંગેની કાર્યવાહી ચાલી રહી છે અને વિભાગના અન્ય અધિકારીઓ સાથે હાલ મંત્રણા ચાલી રહી છે અને ટૂંક સમયમાં એનો નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ પાલિકા અને મહાનગરોની ચૂંટણી આવી રહી છે ત્યારે રિયલ એસ્ટેટને બૂસ્ટ આપવા માટે તેમજ ખરીદનારા વર્ગને રાહત આપવા માટે સરકાર સ્ટેમ્પ ડ્યૂટીના દરોમાં ઘટાડો કરે એવી સંભાવના છે.

  • ક્રેડાઈ અને ગાહેડની સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડાની માગ
  • અન્ય રાજ્યોએ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી, હવે ગુજરાતનો વારો

તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે પણ મિલકત પરની સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડીને 31મી ડિસેમ્બર 2020 સુધીમાં મિલકત ખરીદે તો 2 ટકા જ સ્ટેમ્પ ડ્યૂટી અને 31મી માર્ચ 2021 સુધીમાં મિલકત ખરીદે તો 3 ટકા જ સ્ટેમ્પ ડ્યૂટી લેવાની જાહેરાત કરી છે, જેને આધારે ક્રેડાઈ અને ગાહેડના સ્થાનિક હોદ્દેદારોએ પણ ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવાની માગણી કરી હતી.

સ્ટેમ્પ ડ્યૂટી પર 50 ટકાનો ઘટાડો 6 મહિના સુધી રખાવવાની શક્યતા

ગુજરાતમાં આજે 4.90 ટકા સ્ટેમ્પ ડ્યૂટી અને 1 ટકા નોંધણી ફી મળીને 5.90 ટકા ડ્યૂટી વસૂલવામાં આવે છે. માત્ર મહિલા મિલકત ખરીદે તો તેને 1 ટકા નોંધણી ફીમાંથી માફી આપવામાં આવેલી છે. સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં 50 ટકા ઘટાડો કરવાનો અને એ છ મહિના સુધીનો રાખવામાં આવે એવી શક્યતા છે. આ તરફ કોરોના કાળ બાદ રાજ્યમાં રિયલ એસ્ટેટમાં તેજી જોવા મળી છે અને રાજ્ય સરકારે પણ સ્ટેમ્પ ડ્યુટીના સહારે 1500 કરોડની આવક મેળવી છે.  જોકે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નાના શહેરોમાં પણ તેજી લાવવાના હેતુ સાથે રાજ્ય સરકાર સ્ટેમ્પ ડ્યુટી ઘટાડા પર વિચાર કરી રહી છે.

બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…