Cricket/ શું Team India પણ ઈંગ્લેન્ડ ટીમની કરશે Copy? ત્રણેય ફોર્મેટમાં હશે અલગ-અલગ કેપ્ટન? દ્રવિડે આપ્યો આ જવાબ

આજે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ભારત પણ ઈંગ્લેન્ડની તર્જ પર અલગ ફોર્મેટ-અલગ ટીમ ફોર્મ્યુલા અપનાવશે? ટીમ ઈન્ડિયાનાં કોચ રાહુલ દ્રવિડને પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો.

Sports
ત્રણ ફોર્મેટ ત્રણ કેપ્ટન

ICC T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનાં ખરાબ પ્રદર્શન બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પહેલાથી જ કામનાં ભારણને કારણે T20 ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ રોહિત શર્માને T20 ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ચારે બાજુથી માંગ ઉઠવા લાગી કે શું BCCIએ ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20) માટે અલગ-અલગ કેપ્ટન અને ટીમો બનાવવી જોઈએ. આ બાબતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાનાં નવા કોચ બનેલા રાહુલ દ્રવિડે કહ્યું કે અમે આ અંગે કંઈ વિચારી રહ્યા નથી.

આ પણ વાંચો – Cricket / એકવાર ફરી વિવાદમાં આવ્યો કોહલી, ક્રિકેટ નહી પણ રેસ્ટોરન્ટ બન્યુ કારણ

ઈંગ્લેન્ડે ODI અને T20 ક્રિકેટ રમવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે અને આ બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેમણે ખેલાડીઓ અને ટીમની પ્રાથમિકતા નક્કી કરી. ટેસ્ટ માટે અલગ ટીમ અને મર્યાદિત ઓવરનાં ફોર્મેટ માટે અલગ ટીમ. આ સાથે કેપ્ટન્સી પણ વહેંચાઈ ગઈ. ટેસ્ટમાં જો રૂટ અને મર્યાદિત ઓવરનાં ફોર્મેટમાં ઈયોન મોર્ગન. અને એવું નથી કે જે ખેલાડીઓ ટેસ્ટ રમે છે તેઓ મર્યાદિત ઓવરો રમતા નથી. પરંતુ ECB પસંદગીકારો વર્કલોડને મેનેજ કરવા માટે ફોર્મેટ અનુસાર ખેલાડીઓની પસંદગી કરે છે. અને હવે મોટાભાગની ટીમો આ ફોર્મ્યુલા અપનાવવાનો પ્રયાસ કરી રહી છે. વિરાટ કોહલીએ T20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાને રાહુલ દ્રવિડનાં રૂપમાં નવો કોચ પણ મળ્યો છે. જ્યારે સહાયક સ્ટાફની પણ ટૂંક સમયમાં પસંદગી કરવામાં આવશે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ભારત પણ ઈંગ્લેન્ડની તર્જ પર અલગ ફોર્મેટ-અલગ ટીમ ફોર્મ્યુલા અપનાવશે? ટીમ ઈન્ડિયાનાં કોચ રાહુલ દ્રવિડને પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની T20I સીરીઝની પ્રથમ મેચની પૂર્વસંધ્યાએ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દ્રવિડે આ અંગે જવાબ આપ્યો હતો. દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “અમે અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ ટીમો જોઈ રહ્યા નથી. અલબત્ત બધા ખેલાડીઓ બધા ફોર્મેટમાં નહીં રમે. હું ખેલાડીઓ સાથે મળીને કામ કરીશ જેથી તેમને જરૂરી બ્રેક મળે.” આ સમયે તે વધુ મહત્વપૂર્ણ છે અને અમે તેને ગંભીરતાથી લઈએ છીએ.”

આ પણ વાંચો – T20 World Cup / શું જુત્તામાં નાખી બીયર પીવાનાં દ્રશ્યો થોડા ઘૃણાજનક નથી? – શોએબ અખ્તર

વધુ વર્કલોડને મેનેજ કરવા વિશે દ્રવિડે આગળ કહ્યું, “વર્કલોડને મેનેજ કરવું મહત્વપૂર્ણ છે. તમે ફૂટબોલમાં જુઓ છો, બધા મોટા ખેલાડીઓ દરેક મેચ નથી રમતા. જેમ મેં કહ્યું, અમે ખેલાડીઓનાં સારા માટે કામ કરીશું અને દરેકને મોટા ઈવેન્ટ્સ માટે તૈયાર કરવા તરફ કામ કરીશું. આ ફક્ત અમે જ નથી કરી રહ્યા, તમે જુઓ છો કે કેન વિલિયમસન આ સીરીઝમાં નથી રમી રહ્યો અને તે દરેક માટે એક પડકાર છે.

તમને જણાવી દઈએ કે, કોચ તરીકે રાહુલ દ્રવિડની આ પ્રથમ સીરીઝ છે. આ સાથે રોહિત શર્મા પણ પ્રથમ વખત પરમેનન્ટ T20I કેપ્ટન તરીકે રમશે. અગાઉ કોહલીને આરોમ કરવો હોય ત્યારે જ તેને ટીમ લીડ કરવાની તક મળતી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો 17 નવેમ્બરથી એટલે કે આજથી ત્રણ મેચની T20I સીરીઝમાં આમને-સામને જોવા મળશે. પ્રથમ T20I મેચ જયપુરનાં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. બીજી રાંચી અને ત્રીજી T20 મેચ કોલકાતાનાં ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ પછી બન્ને ટીમો બે મેચની ટેસ્ટ સીરીઝ પણ રમશે. સીરીઝની પ્રથમ મેચ કાનપુરમાં અને બીજી ટેસ્ટ વાનખેડેમાં રમાશે.