Ukraine Russia War/ યુક્રેનમાં વિનાશ ટૂંક સમયમાં સમાપ્ત થશે? રશિયાએ આપ્યા સંકેત

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયાને 44 દિવસ થઈ ગયા છે. યુક્રેનિયન શહેરોમાં વિનાશ વેરનાર રશિયન સૈનિકો ટૂંક સમયમાં તેમના વતન પાછા આવી શકે છે.

Top Stories World
ukraine russia war

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયાને 44 દિવસ થઈ ગયા છે. યુક્રેનિયન શહેરોમાં વિનાશ વેરનાર રશિયન સૈનિકો ટૂંક સમયમાં તેમના વતન પાછા આવી શકે છે. ક્રેમલિને શુક્રવારે કહ્યું હતું કે યુક્રેનમાં તેની “વિશેષ લશ્કરી કાર્યવાહી” નજીકના ભવિષ્યમાં સમાપ્ત થઈ શકે છે કારણ કે યુક્રેન પર હુમલો કરવાના તેના ઉદ્દેશ્યો પૂર્ણ થવાના આરે છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું વિશ્વ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે? આખી દુનિયાની નજર આના પર છે. તમામ પ્રતિબંધો છતાં રશિયાએ યુક્રેનની ધરતીનો વિનાશ અટકાવ્યો નથી. યુક્રેનના શહેરોમાં રશિયન સેનાએ કરેલી તબાહીના દ્રશ્યો હવે દુનિયા સમક્ષ આવી રહ્યા છે. બૂચા સહિત અનેક શહેરોમાં હત્યાકાંડની તસવીરો જોઈને આખી દુનિયા ચોંકી ગઈ છે. શુક્રવારે, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે યુક્રેનમાં રશિયાનું વિશેષ સૈન્ય ઓપરેશન નજીકના ભવિષ્યમાં સમાપ્ત થઈ શકે છે અને રશિયન સૈનિકોને પાછા ખેંચી શકાય છે કારણ કે યુક્રેનમાં તેના ઉદ્દેશ્યો પૂરા થઈ રહ્યા છે.

રશિયાએ યુએનએચઆરસીમાંથી સસ્પેન્શન પર પણ વાત કરી હતી
દિમિત્રી પેસ્કોવએ વધુમાં જણાવ્યું હતું કે મોસ્કો એ દેશો પરના દબાણને સમજે છે જેમણે યુએનએચઆરસીમાંથી રશિયાના સસ્પેન્શનની તરફેણમાં મતદાન ન કરીને સંતુલિત અભિગમ અપનાવવાનો પ્રયાસ કર્યો હતો. રશિયાની ટીપ્પણી પૂર્વી યુરોપીયન રાષ્ટ્રમાં “માનવ અધિકારોના ઘોર અને વ્યવસ્થિત ઉલ્લંઘન અને દુરુપયોગ”ના અહેવાલો પર યુએન જનરલ એસેમ્બલીએ UNHRCમાંથી રશિયાને સસ્પેન્ડ કર્યાના એક દિવસ પછી આવી છે.

UNGA એ વૈશ્વિક અધિકાર સંસ્થામાંથી રશિયાને દૂર કરવાની તરફેણમાં બે તૃતીયાંશ મતદાન કર્યું. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં, 93 દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે પ્રસ્તાવના વિરોધમાં 24 અને 57 વોટમાંથી ગેરહાજર રહ્યા હતા. ભારત એવા દેશોમાં સામેલ હતું જેણે ઠરાવ પર મતદાન કરવાનું ટાળ્યું હતું.