Not Set/ CABમાં થઈ શકે છે ફેરફારો, અમિત શાહે આપ્યા સંકેત

નાગરિકતા સુધારણા બીલ પર ઉત્તર પૂર્વના રાજ્યો સહિત દેશમાં થઈ રહેલા વિરોધના પગલે અમિત શાહે આ કાયદામાં જરૂર પડે તો બદલવાના સંકેત આપ્યા છે. ઝારખંડમાં ગૃહમંત્રીએ એક રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે, મેઘાલયના મુખ્યમંત્રીએ મને કાયદામાં કેટલાક બદલવા કરવા માટે કહ્યુ છે. હું તેમને ક્રિસમસ બાદ મળીશ અને મેઘાલય માટે આ કાયદામાં કોઈ ઉકેલ […]

Top Stories India
A 16 CABમાં થઈ શકે છે ફેરફારો, અમિત શાહે આપ્યા સંકેત

નાગરિકતા સુધારણા બીલ પર ઉત્તર પૂર્વના રાજ્યો સહિત દેશમાં થઈ રહેલા વિરોધના પગલે અમિત શાહે આ કાયદામાં જરૂર પડે તો બદલવાના સંકેત આપ્યા છે.

ઝારખંડમાં ગૃહમંત્રીએ એક રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે, મેઘાલયના મુખ્યમંત્રીએ મને કાયદામાં કેટલાક બદલવા કરવા માટે કહ્યુ છે. હું તેમને ક્રિસમસ બાદ મળીશ અને મેઘાલય માટે આ કાયદામાં કોઈ ઉકેલ લાવવા માટે વિચારાશે. કોઈએ આ કાયદાથી ડરવાની જરુર નથી.

પૂર્વોત્તરમાં ભાજપના પ્રમુખ સહયોગીઓમાંથી એક આસામ ગણ પરિષદે પહેલા કાયદાનું સમર્થન કર્યું હતું પરંતુ હવે કાયદા અંગે વિરોધ વ્યક્ત કર્યો છે

અમિત શાહનુ આ નિવેદન બહુ સૂચક મનાઈ રહ્યુ છે. કારણકે પહેલા જ છ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલ, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આ કાયદાને લાગુ નહી કરવા માટે કહી ચુક્યા છે.

આ દરમિયાન રવિવારે દિલ્હીમાં પણ આ બીલના વિરોધમાં હિંસક પ્રદર્શનો થયા હતા.દિલ્હીમાં વાહનોને આગ લગાડવામાં આવી હતી અને બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

અમિત શાહે કોંગ્રેસ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવતા કહ્યુ હતુ કે, અમે આ બિલ લઈને આવ્યા ત્યારથી કોંગ્રેસને પેટમાં દુખવા માંડ્યુ હતુ. કોંગ્રેસ જ બિલ સામે હિંસા ભડકાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.