થમ ગયા વક્ત../ શું વિક્રમ ગોખલેનો છેલ્લો પ્રોજેક્ટ હવે બંધ થઈ જશે? મેકર્સે લીધો મોટો નિર્ણય

અભિનેતા વિક્રમ ગોખલે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે, પરંતુ તેમણે ફિલ્મોમાં તેમના પાત્ર દ્વારા જે યોગદાન આપ્યું છે

Trending Entertainment
Untitled 119 શું વિક્રમ ગોખલેનો છેલ્લો પ્રોજેક્ટ હવે બંધ થઈ જશે? મેકર્સે લીધો મોટો નિર્ણય

અભિનેતા વિક્રમ ગોખલે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે, પરંતુ તેમણે ફિલ્મોમાં તેમના પાત્ર દ્વારા જે યોગદાન આપ્યું છે તે લોકો જીવનભર યાદ રાખશે. તેમણે ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘ભૂલ ભુલૈયા’, ‘અગ્નિપથ’ જેવી ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયની છાપ છોડી. તેમના મૃત્યુ પછી, ફક્ત તેમનો પરિવાર જ આઘાતમાં નથી, પરંતુ તેમના વિના નિર્માતાઓ પણ તેમના છેલ્લા પ્રોજેક્ટમાંથી પાછી પાની કરી રહ્યા છે.

વિક્રમ ગોખલેનો છેલ્લો પ્રોજેક્ટ

વિક્રમ ગોખલે ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટેજ આર્ટિસ્ટના રૂપમાં પણ જાણીતા સેલિબ્રિટી હતા. તેમના નિધનના સમાચાર ફેન્સ અને પરિવાર માટે આઘાતથી ઓછા નથી. તેમના મૃત્યુ પછી, ‘આંબેડકર ધ લિજેન્ડ’ શ્રેણીને હાલ પૂરતી રોકી દેવામાં આવી છે. ફિલ્મ નિર્માતા સંજીવ જયસ્વાલે જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં માત્ર બે એપિસોડ શૂટ થયા છે. અહેવાલો અનુસાર, તેણે કહ્યું કે તે કાં તો આ વેબ સિરીઝ ફરીથી શૂટ કરશે અથવા પ્રોજેક્ટને સંપૂર્ણપણે રદ કરશે.

વિક્રમ ગોખલે વિના આ પ્રોજેક્ટ અધૂરો 

ડાયરેક્ટર સંજીવ જયસ્વાલે વધુમાં કહ્યું કે ‘મને લાગે છે કે બાબાસાહેબ આંબેડકરજીની ભૂમિકા ભજવનાર વિક્રમજી વિના આ પ્રોજેક્ટ અધૂરો છે. સ્ક્રિપ્ટ સાંભળતા જ વિક્રમ જી આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે વિક્રમ ગોખલેએ આ પ્રોજેક્ટના બે એપિસોડનું શૂટિંગ મુંબઈમાં કર્યું હતું, બાકીનું શૂટિંગ લખનૌમાં થવાનું હતું. નિર્દેશકના નિવેદનથી સ્પષ્ટ છે કે તે અભિનેતાના જવાથી ખૂબ જ દુખી છે.

ઉલ્લેખનીય છે કે, વિક્રમ ગોખલે 26 નવેમ્બરે આ દુનિયાને અલવિદા કહીને ગયા હતા. તેઓ 77 વર્ષના હતા. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેઓ ઘણા સમયથી પરેશાન હતા.