Not Set/ વિમ્બલંડન: વરસાદના વિઘ્નને કારણે ગણી મેચ રોકવી પડી

લંડન, વિમ્બલડનમાં ચોથા દિવસે વરસાદનું વિઘ્ન આવતા ઘણી મેચો સસ્પેન્ડ કરવામાં આવી હતી, જેમાં સ્વીસ ખેલાડી સ્તાન વાવરીન્કા અને ઇટાલિયન ખેલાડી ફેબીઆનો વચ્ચેની મેચમાં કાંટાની ટક્કર જોવા મળી હતી.જેમાં વાવરીન્કા પ્રથમ ૨ સેટ ૭-૬(૯-૭),૬-૩ થી ગુમાવ્યા બાદ ત્રીજા સેટમાં ભારે જહેમત બાદ ૫-૬ થી જીત મેળવી હતી,ત્યાર બાદ વરસાદના વિઘ્નને કારણે મેચ રોકવી પડી હતી. […]

Sports
wimbledon weather forecast will rain 2017 latest updates suspended 1000581 વિમ્બલંડન: વરસાદના વિઘ્નને કારણે ગણી મેચ રોકવી પડી

લંડન,

વિમ્બલડનમાં ચોથા દિવસે વરસાદનું વિઘ્ન આવતા ઘણી મેચો સસ્પેન્ડ કરવામાં આવી હતી, જેમાં સ્વીસ ખેલાડી સ્તાન વાવરીન્કા અને ઇટાલિયન ખેલાડી ફેબીઆનો વચ્ચેની મેચમાં કાંટાની ટક્કર જોવા મળી હતી.જેમાં વાવરીન્કા પ્રથમ ૨ સેટ ૭-૬(૯-૭),૬-૩ થી ગુમાવ્યા બાદ ત્રીજા સેટમાં ભારે જહેમત બાદ ૫-૬ થી જીત મેળવી હતી,ત્યાર બાદ વરસાદના વિઘ્નને કારણે મેચ રોકવી પડી હતી.

તેજ રીતે ચિલિક અને ગીડા પેલો વચ્ચેની મેચ પણ ત્રણ સેટમાં જ રોકવી પડી હતી જેમાં ચીલીક ૬-૩,૬-૧,૩-૪ સ્કોર સાથે ૨ સેટમાં જીત મેળવી આગળ રહ્યો છે.

બીજી તરફ સ્વીસ એક્ષ્પ્રેસ રોજર ફેડરરે લુકાસ લેકોને આસનીથી સીધા સેટમાં ૬-૪,૬-૪,૬-૧ થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.આજે રફેલ નાદાલ કઝાકસ્તાનના મિખાઈલ કુકુસ્કિન સામે રમશે,જયારે નોવાક જોકોવિચ આર્જેન્ટિનાના ખેલાડી હોરાસીઓ ઝેબલો સામે ટકરાશે.

વિમેન્સમાં સેરેના વિલિયમ્સે તોમોવાને સીધા સેટમાં ૬-૧,૬-૪ થી હરાવ્યો હતી.આજે ત્રીજી ક્રમાંકિત મુગુરુઝા બેલ્જીયમની અલીસોન વાન સામે ટકરાશે.