Not Set/ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે, જાણો શું હશે તેમનો આગામી કાર્યક્રમ?

અમિત શાહના બે દિવસના ગુજરાત પ્રવાસના આયોજનને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે તેઓ 9મી એપ્રિલના રોજ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવશે.

Ahmedabad Gujarat
અમિત શાહ
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત
  • બે દિવસના ગુજરાતના પ્રવાશે આવશે અમિત શાહ
  • 10 અને 11 એપ્રિલે અમિત શાહના પ્રવાસનું આયોજન
  • 9 એપ્રિલે મોડી રાત્રે પહોંચશે અમદાવાદ
  • ગુજકોમસોલ સાથે અમિત શાહની બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. બે દિવસના ગુજરાતના પ્રવાશે અમિત શાહ આવશે. 10 અને 11 એપ્રિલે અમિત શાહના પ્રવાસનું આયોજન કર્યુ છે. 9 એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. ગુજકોમસોલ સાથે અમિત શાહની બેઠક યોજાશે. 10 તારીખે ગુજકોમસોલ ભવનનું  લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં NDDBના કાર્યક્રમમાં હાજર રહેશે.

અમિત શાહ 10મી અને 11મી એપ્રિલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. તેઓ ગાંધીનગરમાં નવનિર્મિત ગુજકોમસોલ ભવનનું લોકાર્પણ કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે અનેક પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આ દિશામાં અમિત શાહ પણ આગામી અઠવાડિયે ગુજરાત આવશે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જાણવા મળી રહ્યું છે કે ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારબાદ નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એક વખત બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રીના બે દિવસના ગુજરાત પ્રવાસના આયોજનને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે તેઓ 9મી એપ્રિલના રોજ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવશે. તેના પછી 10મીએ ગાંધીનગર ખાતે નવનિર્મિત ગુજકોમસોલ ભવનનું લોકાર્પણ કરશે.

આ પણ વાંચો :આજથી ગુજરાતના સરકારી ડોકટરોની હડતાળ,હોસ્પિટલની સેવાઓ ખોરવાશે

આ પણ વાંચો :  અમદાવાદથી વડોદરા જતી બસનો અકસ્માત સર્જાતા એકનું મોત,40 વિધાર્થીઓ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો :આદિવાસીઓનું આંદોલન રંગ લાવ્યું: SOUના નાયબ કલેકટર નિલેશ દુબે આખરે સસ્પેન્ડ

આ પણ વાંચો :  સુરત સ્માર્ટ સીટીમાં ફરી એકવાર દેશમાં પ્રથમ સ્થાને,અમદાવાદ છઠ્ઠા નંબરે…