Ahmedabad/ રાજ્યમાં ઇલેક્શનનો માહોલ જામતા, બીજી તરફ વિદેશી દારૂની હેરાફેરીનાં કેસ વધ્યા !!

એક તરફ ઇલેક્શન નો માહોલ જામી રહ્યો છે તો બીજી તરફ વિદેશી દારૂની હેરાફેરી નું નેટવર્ક વધી રહ્યું છે.

Ahmedabad Gujarat
police attack 93 રાજ્યમાં ઇલેક્શનનો માહોલ જામતા, બીજી તરફ વિદેશી દારૂની હેરાફેરીનાં કેસ વધ્યા !!

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

એક તરફ ઇલેક્શન નો માહોલ જામી રહ્યો છે તો બીજી તરફ વિદેશી દારૂની હેરાફેરી નું નેટવર્ક વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂની હેરાફેરીનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. પોલીસને બાતમી મળી હતી કે સરખેજ વિરમગામ હાઈવે પર આવેલા જખવાડા પાસે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પસાર થવાનું છે.

police attack 94 રાજ્યમાં ઇલેક્શનનો માહોલ જામતા, બીજી તરફ વિદેશી દારૂની હેરાફેરીનાં કેસ વધ્યા !!

આ ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલીક બાતમીના આધારે જખવાડા નજીક અલગ અલગ ટીમ બનાવીને વોચ ગોઠવી હતી. જેમાં યુપી પાર્સિંગ ના કન્ટેનર ટ્રકમાંથી 56 લાખની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લાવનારા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે વિદેશી દારૂનો જંગી જથ્થો તેઓ કોની માટે લઈને આવી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂની હેરાફેરી ના ષડયંત્ર સાથે સંકળાયેલા છે અને તે ક્યાંથી વિદેશી દારૂનો જથ્થો લાવે છે તે જાણવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ હાલ પોલીસે બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી 56 લાખના જંગી જથ્થા સાથે વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Covid-19 / ગુજરાતીઓ આનંદો!! છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયા એક પણ લોકોનાં મોત

Ahmedabad: અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં વડાપ્રધાન મોદીના ભત્રીજી સોનલ મોદીએ નોંધાવી દાવેદારી

Ahmedabad: મુસ્કાન માટે રક્તદાન, 103 પોલીસકર્મીઓએ કર્યું રેકોર્ડબ્રેક રક્તદાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો