ગુજરાત/ કોરોના સંક્રમણ વધતાં હવે આવતીકાલથી શરૂ થતો કલા મહાકુંભ પણ નહી યોજાઈ…

રાજયમાં કલા અને કૌશલ્યને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર દ્વારા 33 સ્પર્ધાઓ સાથે કલા મહાકુંભ યોજાયો હોય છે.

Gujarat
Untitled 31 6 કોરોના સંક્રમણ વધતાં હવે આવતીકાલથી શરૂ થતો કલા મહાકુંભ પણ નહી યોજાઈ...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ   દિવસે  દિવસે   સતત વધી રહ્યું છે. તકેદારીના ભાગરૂપે રાજય સરકાર દ્વારા ગઈકાલે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આગામી એક પખવાડીયું તમામ સરકારી તથા મુખ્યમંત્રીના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તેમજ  સરકાર દ્વારા કોરોના  કેસ પર નિયંત્રણ લાવવા માટે  ગુજરાત  સરકારે  સમિટ તેમજ   ફલાવર શો પણ  રદ કરવવામાં  આવ્યો હતોઈ.  તેમજ  આજ થી  રાજયના  10 શહેરોમાં    રાત્રિ કર્ફ્યુ   10 થી  6 કરવામાં  આવ્યું  છે.

આ  પણ  વાંચો:ECની પ્રેસ કોન્ફરન્સ / ક્યારે ક્યાં છે ચૂંટણી, કેવા નિયમો છે અને શું પ્રતિબંધો છે; દરેક અપડેટ જાણો

ત્યારે હવે વધતાં કેસોને  પગલે આવતીકાલથી રાજયભરમાં શરૂ થતો કલા મહાકુંભ નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમજ ગતવર્ષ કલા મહાકુંભ વર્ચ્યુઅલી યોજાયો હતો પરંતુ આ વર્ષ વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજવો કે કેમ તે અંગે તંત્ર હજી અવઢવમાં છે.

આ પણ  વાંચો:Covid-19 / 5 ચૂંટણી રાજ્યોમાં શું છે કોરોનાની સ્થિતિ, આવો જાણીએ

રાજયમાં કલા અને કૌશલ્યને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર દ્વારા 33 સ્પર્ધાઓ સાથે કલા મહાકુંભ યોજાયો હોય છે.આ વર્ષ કલા મહાકુંભની શરૂઆત 9મી જાન્યુઆરીથી થવાની હતી. રાજયમાં કોરોનાના કેસ રોકેટ ગતીએ વધી રહ્યા છે. જેના કારણે તકેદારીના ભાગરૂપે રાજય સરકાર દ્વારા આગામી એક પખવાડીયા સુધી તમામ સરકારી કાર્યક્રમો અને મુખ્યમંત્રીના કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી છે.જેના પગલે યુવક અને સેવા સાંસ્કૃતિક પ્રવૃતીઓ ગાંધીનગરના કમિશનર દ્વારા ગઈકાલે સાંજે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ વર્ષ કલા મહાકુંભ -2021-22 સ્થગીત રાખવામાં આવ્યો છે. ગત વર્ષ કોરોનાના કારણે કલા મહાકુંભની સ્પર્ધાઓ વર્ચ્યુઅલી યોજાઈ હતી.

આ પણ વાંચો;બોટાદ / સાળંગપુરમાં કષ્ટભંજનદેવને હિમાલયની ઝાંખીનો શણગાર કરાયો