કરુણ ઘટના/ જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવ્યા બાદ મહિલાનો આપઘાત

જુનાગઢમાં પતિ-બાળકોના મોતના આઘાતમાં મંગળવારે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કરનારી પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

Top Stories Gujarat Others
Untitled 46 2 જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવ્યા બાદ મહિલાનો આપઘાત

જૂનાગઢના કડીયાવાડમાં ઈમારત ધરાશાયી થઈ હતી.જેમાં પતિ અને બે પુત્રોના મોત નિપજ્યા હતા.જે બાદ પત્નીને પતિ અને બે પુત્રો ગુમાવ્યાના વિરહમાં એસિડ પી લીધુ હતું. જે બાદ મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી..પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોડી રાત્રે મોત નિપજ્યુ હતું.જ્યારે મહિલાના મોત મામલે પરિવારજનોએ કમિશનર અને TPO વિરૂદ્ધ ફરિયાદ ન નોંધતા મહિલાએ આપઘાત કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા.

ગઈકાલે મોડી સાંજે મૃતકના મોતથી વ્યથિત પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કમનસીબે તેમનું પણ આજે વહેલી સવારે મોત નીપજ્યું છે. આમ એક જ પરિવારના 4 લોકોના મોતથી જૂનાગઢ સ્તબ્ધ થઈ ગયું છે.આ તરફ તંત્રની ત્રણ કલાકની મિટિંગ થઈ પણ તેમાં ક્યાંય કોઈએ જવાબદારી સ્વિકારવાનું નામ નથી લીધું ત્યાં આ પરિવારને ન્યાય ક્યારે મળશે તેનો પ્રશ્ન ઊભો હતો તેવામાં આવી ઘટનાએ સહુને ચોંકાવી દીધા છે.

સોમવારે સાંજે ઇમારતના કાટમાળ નીચેથી દટાયેલી હાલતમાં  પતિ સંજયભાઈ ડાભી  અને પુત્ર દક્ષ અને તરૂણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આમ પતિ અને પુત્રોના મૃત્યુનો આઘાત સહન ન કરી શકનાર મયુરીબેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે મોત નીપજ્યું હતું. પળવારમાં પરિવારનો માળો વિખેરાઈ જતા એકલા રહી ગયેલા મયુરીબેને પણ આપઘાત કરી લીધો.

જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં 4 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જૂનાગઢમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ જૂનાગઢ શહેરમાં મોટાભાગના રસ્તાઓ ધસમસતા વરસાદી પાણીના પ્રવાહ વહ્યા હતા. વરસાદે રાહત લીધો ત્યાં જ એક બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જેમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. આ મામલે જૂનાગઢ કોર્પોરેશનમાં ખાસ બેઠક તાત્કાલિક ધોરણે યોજી હતી. જેમાં આવી ઘટનાઓને ટાળવા માટે પ્રાયોરિટીથી શહેરના 65 ઈમારતો જે જોખમી છે તેને ઉતારી લેવામાં આવશે. આ માટેની કામગીરી તુરત શરુ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ આવશે ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ

આ પણ વાંચો:ફ્રુટવાળાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું પોતે વ્યાજખોરિના ચક્કરમાં ફસાયો છે સુરત પોલીસે 48 કલાકમાં જ કરી મદદ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ઝડપાયેલા ડ્રગ્સ તપાસ મામલે મોટો ધડાકો, ડ્રગ્સના FSLના રિપોર્ટ બાદ પોલીસની ઊંઘ ઉડી