Not Set/ સુરત / પોલીસ કોન્સ્ટેબલ સામે વિધવા સાથે દુષ્કર્મની ફરિયાદ

વિધવા સાથે લગ્નની લાલચે કર્યુ હતુ દુષ્કર્મ અન્ય મહિલા પોલીસ કર્મચારી સાથે પ્રેમ સંબધ બંધાતા વિધવાને તરછોડી વિધવાની કોન્સ્ટેબલ વિરૂદ્ધ સલાબતપુરા પોલીસે ન લીધી ફરિયાદ ફરિયાદ નહીં લેતા વિધવા પહોંચી કોર્ટને શરણે કોર્ટે ફરિયાદ દાખલ કરતા પોલીસ બેડામાં ચકચાર સુરત  શહેરમાં વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા તેને તરછોડી દેતા મહિલા […]

Gujarat Surat
સુરત 3 સુરત / પોલીસ કોન્સ્ટેબલ સામે વિધવા સાથે દુષ્કર્મની ફરિયાદ
  • વિધવા સાથે લગ્નની લાલચે કર્યુ હતુ દુષ્કર્મ
  • અન્ય મહિલા પોલીસ કર્મચારી સાથે પ્રેમ સંબધ બંધાતા વિધવાને તરછોડી
  • વિધવાની કોન્સ્ટેબલ વિરૂદ્ધ સલાબતપુરા પોલીસે ન લીધી ફરિયાદ
  • ફરિયાદ નહીં લેતા વિધવા પહોંચી કોર્ટને શરણે
  • કોર્ટે ફરિયાદ દાખલ કરતા પોલીસ બેડામાં ચકચાર

સુરત  શહેરમાં વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા તેને તરછોડી દેતા મહિલા કોર્ટના શરણે પહોચી છે. આ વિધવા મહિલા પહેલા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોચી હતી. પરંતુ પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા વિધવાએ કોર્ટમાં ફરિયાદ કરી છે. જેમાં સલાબતપુરાનાં પીઆઈ આરોપી કોન્સ્ટેબલને બચાવી રહ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં સાલબતપુરા વિસ્તારમાં રહેતી વિધવા પર સલાબતપુરા પોલીસ મથકનાં પોલીસ કોન્સ્ટેબલ દિપક ખોંડેએ લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ રાખ્યા હતા. અને બાદમાં તેણીને તરછોડી દીધી હતી.

આ ફરિયાદમાં જે તે સમયના સલાબતપુરા પોલીસ મથકના પીઆઈ વિજય ચૌધરી ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.  કારણકે આ ફરિયાદી બુટલેગર હોવાને કારણે પોલીસે માત્ર  બુટલેગર હોવાના કારણે સંદર્ભનો જવાબ લીધો હતો અને આરોપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાલમાં તો કોર્ટની ફરિયાદ બાદ સમગ્ર કેસમાં હાલ વિટનેસ ચકાસણી શરૂ થઈ છે. ત્યારબાદ આ ફરિયાદ સેશન્સમાં જશે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ પ્રમાણે, પોલીસ કર્મચારી  વર્ષ 2016થી નવેમ્બર 2018 સુધી અવાર-નવાર લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યો હતો. દરમિયાન કોન્સ્ટેબલના અન્ય એક મહિલા પોલીસ કર્મચારી સાથે પણ સંબંધ હોવાનું સામે આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.