દુર્ઘટના/ અમરેલીના કડીયાળી ગામમાં વિજળી પડતા મહિલાનું મોત

જાફરબાદના કેરાળા ગામે રામાપીરના મંદિર નજીક આવેલ સબસ્ટેશનના ટીસી પર વીજળી ખાબકી હતી અને જોકે મોટી જાન હાની ટળી હતી. 

Gujarat Others
amreli અમરેલીના કડીયાળી ગામમાં વિજળી પડતા મહિલાનું મોત
  • વિજળીના ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી
  • કડીયાળી ગામમાં બે મહિલા ઉપર પડી વીજળી
  • વિજળી પડતા એક મહિલાનું મોત
  • એક મહિલાને સારવાર અર્થે ખસેડાઈ
  • રાજુલા, લાઠી, અમરેલી વિસ્તારમાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામાં વીજળીના કાડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદ ની સાથે આકાશી વીજળી પણ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.અનેક જગ્યાઓ પર વિજળી પડવાના બનાવો સામે આવ્યા હતા. ત્યારે રાજૂલા તાલુકાના કડીયાળી ગામમાં બે મહિલા ઉપર વીજળી પડી હતી. જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યુ હતું.  જ્યારે અન્ય એક મહીલા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વીજળી પડવાની ઘટના બાદ પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ તેમજ પ્રતિનિધિઓએ મહિલાને સારવાર અર્થે ખસેડી હતી. ત્યારે રાજુલા, લાઠી, અમરેલી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

તો જાફરબાદના કેરાળા ગામે રામાપીરના મંદિર નજીક આવેલ સબસ્ટેશનના ટીસી પર વીજળી ખાબકી હતી અને જોકે મોટી જાન હાની ટળી હતી.

અમરેલી જીલ્લામાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી હતી. રાતના 8 વાગ્યા સુધીમાં અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ અમરેલી તાલુકામાં 4 ઇંચ કરતા પણ વધુ પડ્યો હતો.  અમરેલીમાં 110 મિમી, લીલીયા 36 મિમી,લાઠી 40 મિમી, ખાંભા 18 મિમી, બાબરા 62 મીમી,રાજુલા 35 મિમી, વડિયા 25 મિમી, સાવરકુંડલા 7 મિમી, બગસરા 15 મિમી વરસાદ ખાબક્યો હતો. અમરેલી શહેર તેમજ તાલુકામાં નાના ભંડારીયા,આકડીયા, વડેરા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે શહેરના રોડ રસ્તાઓ  ઉપર ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વીજળીના ડરાવનારા કડાકા ને કારણે જન જીવન પ્રભાવિત થયું હતું.

Science / હવે બહુ જલ્દી જ પાયલોટ વિનાના પેસેન્જર પ્લેન ઉડતા જોવા મળશે