Kheda/ પ્રેગ્નેન્ટ પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શન થતાં પતિ કર્યું આવું…

ખેડાથી ત્રિપલ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મહિલાને પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શનની તકલીફ હતી. જેના કારણે તેના પતિએ તેને તલાક આપી દીધા છે.

Gujarat Others
a 67 પ્રેગ્નેન્ટ પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શન થતાં પતિ કર્યું આવું...

લગ્ન જીવનમાં ઘણી બધા ઉતાર-ચઢાવ આવતા રહે છે. ઘણીવાર આ જીવન સુખી લાગે તો ક્યારેક આ જીવન દુખથી ભરેલુ લાગે. જો કે આ દરેકમાં તમારો જીવનસાથી કેવો છે તે સૌથી પહેલો મુદ્દો છે. જો સારો જીવનસાથી હશે તો દરેક મુશ્કેલીઓ દૂર થશે પરંતુ જો તેવુ નહી હોય તો….. જ્યારે તમારા જીવનમાં આવનાર તમારો જીવનસાથી તમારી શારીરિક તકલીફને લઇને તમને ત્યજી દે ત્યારે તે જીવનસાથી વિશે આપ શું કહેશો? આવો એક કિસ્સો ગુજરાતનાં ખેડાથી સામે આવી રહ્યો છે.

જીવનસાથી સાથે જીવન સારુ ગુજારવાનુ વિચારવુ સામાન્ય વાત છે. પરંતુ જ્યારે તમારો જીવનસાથી તમને નહી પરંતુ માત્ર તમારા શરીરને જ પસંદ કરતો હોય અથવા તમારી શારીરિક બિમારીનાં કારણે તમને નાપસંદ કરતો હોય ત્યારે કેવુ લાગે તેનો અહેસાસ ગુજરાતનાં ખેડામાં રહેતી એક મહિલા આજે સમજી રહી છે. ખેડાથી ત્રિપલ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મહિલાને પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શનની તકલીફ હતી. જેના કારણે તેના પતિએ તેને તલાક આપી દીધા છે. હવે આ મામલે પીડિત પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને ન્યાયની માંગણી કરી છે.

આ પણ વાંચો : કપરાડામાં પ્રેમીએ સગાઇની ના પડતા પ્રેમિકાએ ભર્યું આ પગલું

આ અંગે પોલીસમાં દાખલ થયેલી ફરિયાદ અનુસાર, આર્ટ્સ ગ્રેજ્યુએટ શબાનાએ પરિવારની મરજીથી સિદ્દીકી સાથે ગત વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નાની-નાની વાતે તેની પતિ સાથે તકરાર થતી હતી. જેમાં પતિ તેને ગાળો આપતો અને છોડી દેવાની ધમકી આપતો હતો. જુલાઈમાં મેડિકલ તપાસમાં શબાનાને માલૂમ થયું કે તે પ્રેગ્નેન્ટ છે. ડૉક્ટરે તેને સાફ-સફાઈ અને કાળજી લેવાની સલાહ આપી હતી. ઘરના કામ વ્યસ્ત રહેવાના કારણે શબાના તેના પર વધારે ધ્યાન આપી શકી નહતી. આજ કારણે તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું.

શબાનાએ પોતાના પતિને અનેક વખત ડૉક્ટર પાસે જવા જણાવ્યું, પરંતુ તે રોજ ટાળતો રહ્યો. એક મહિના બાદ શબાનાને લોહીની ઉલ્ટીઓ થવા લાગી અને તાવ આવ્યો. જે બાદ શબાનાના માતા-પિતાએ તેને હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં તે 4 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહી હતી.

આ પણ વાંચો : અમદાવાદના પાયલોટ સાકેત કપૂરનું સિડની પ્લેન ક્રેશમાં મોત

આ દરમિયાન શબાનાનો પતિ તેને હોસ્પિટલમાં છોડીને જતો રહ્યો હતો અને ફરીથી જોવા માટે પણ આવ્યો નહતો. જે બાદ શબાનાના માતા-પિતા તેને પોતાના ઘરે લઈ ગતા. ગત 27 ઓક્ટોબરે શબાનાનો પતિ સિદ્દીક તેના ઘરે આવ્યો અને ઝઘડો કર્યો અને તેમની પાસે બીજા લગ્ન માટે દોઢ લાખ રૂપિયાની માંગ કરી હતી. તે વખતે શબાના સૂઈ રહી હતી, ત્યારે સિદ્દીકી તેના માતા-પિતા અને બહેનોની સામે ત્રણ વખત તલાક-તલાક-તલાક બોલીને તેને છોડીને ચાલ્યો ગયો હતો. શબાનાની ઊંઘ ઉડી ત્યારે પરિવારે તેને જાણ કરી હતી. જે બાદ શબાના પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : પાલનપુરમાં મહિલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપધાત