kheda news/ ખેડાના માતરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા

ખેડાના માતરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવી છે. ખેડાના માતરના હાડેવા ગામમાં મહિલાની હત્યા કરવામાં આવી છે. આરોપીને મૃતક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. મહિલાના પ્રેમીએ જ તેની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 03T161202.153 ખેડાના માતરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા

Kheda News: ખેડાના માતરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવી છે. ખેડાના માતરના હાડેવા ગામમાં મહિલાની હત્યા કરવામાં આવી છે. આરોપીને મૃતક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. મહિલાના પ્રેમીએ જ તેની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે.

આરોપી યુવક યુવતીને જોડે લઈ જવા જીદ કરતો હતો, પણ યુવતીએ ના પાડતા તેની હત્યા કરવામાં આવી હતી. હાડેવા ગામની પરીણિત મહિલાની તેના પ્રેમીએ હત્યા કરી હતી. તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી છે.

લીંબાસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. હત્યા કરનારા આરોપીની પોલીસે અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે વધારે કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં લીંબાસી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત