Not Set/ આણંદ કૃષિ યુનિવર્સિટી/ સુકા ઘાસ કાપવાના મશીનમાં મહીલા કચડાઇ

આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલીત પશુ સંસોધન કેન્દ્રના ઘાસચારા ફાર્મ ખાતે સુકા ઘાસને કાપવાના મશીનમા એક મહીલા આવી જતા અફરાતફરી મચી જવા પામી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીના પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સંચાલીત પશુ સંશોધન ઘાસચારા ફાર્મ ખાતે સુકા ઘાસ ને પીલવાના મશીનમા અચાનક એક મહીલા કામ કરતા કચડાઇ ગઇ હતી. જેને લઇ અન્ય કામ કરતા મજુરોમા […]

Gujarat Others
WhatsApp Image 2020 01 01 at 9.46.46 AM આણંદ કૃષિ યુનિવર્સિટી/ સુકા ઘાસ કાપવાના મશીનમાં મહીલા કચડાઇ

આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલીત પશુ સંસોધન કેન્દ્રના ઘાસચારા ફાર્મ ખાતે સુકા ઘાસને કાપવાના મશીનમા એક મહીલા આવી જતા અફરાતફરી મચી જવા પામી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સંચાલીત પશુ સંશોધન ઘાસચારા ફાર્મ ખાતે સુકા ઘાસ ને પીલવાના મશીનમા અચાનક એક મહીલા કામ કરતા કચડાઇ ગઇ હતી. જેને લઇ અન્ય કામ કરતા મજુરોમા ફફડાટ વ્યાપી ગયો હતો.

સવિતાબેન ઠાકોર નામની મહીલા સુકો ઘાસચારો મશીનની અંદર નાખતા સમયે અચાનક મશીનની અંદર ઢસળાઇ જતા મહીલાનુ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાની સાથે પરિવારજન અને સગા સબંધીઓ ઘટના સ્થળ ઉપર આવી હોબાળો મચાવ્યો હતો.

ઘટના બનતા આણંદ ટાઉન અને આણંદ રૂરલ પોલીસ તથા ફાયર ટીમ અને કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાંસેલર સહીલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી લાશ ને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. પોલીસ દ્વારા ઘટનાને લઇ ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.