World/ મહિલા સશક્તિકરણની દિશામાં સાઉદી અરેબિયાનું મોટું પગલું, 600 મહિલાઓને આપશે મસ્જિદોમાં નોકરી 

સાઉદી અરેબિયાએ મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. હરમ પ્રેસિડેન્સીની બે મોટી મસ્જિદોમાં 600 મહિલાઓને નોકરી આપવામાં આવશે.

World
મહિલા સશક્તિ કરણ મહિલા સશક્તિકરણની દિશામાં સાઉદી અરેબિયાનું મોટું પગલું, 600 મહિલાઓને આપશે મસ્જિદોમાં નોકરી 

મહિલા સશક્તિકરણ : અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસન આવ્યા બાદ ત્યાં શરિયા કાનુન લાગુ કરવામાં આવ્યું છે. ત્યાના દરેક વાતની માટે ખાસ નિયમો બનાવવામાં આવ્નોયા છે. ત્યારે ત્યાં મહિલાઓની હાલત અત્યંત દયનીય બની છે. મહિલાઓને ફરી એકવાર ઘરની ચાર દિવાલોમાં પુરાવાનો વારો આવ્યો છે. હિજાબ અને બુરખાની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મહિલાઓના એકલા ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ત્યારે આ બધા વચ્ચે મુસ્લિમ કન્ટ્રી સાઉદી અરેબિયાએ મહિલા સશક્તિકરણ ની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. હરમ પ્રેસિડેન્સીમાં 600 સાઉદી અરેબિયન મહિલાઓને તાલીમ આપવામાં આવી છે. તમામ મહિલાઓને બે મસ્જિદોમાં અલગ અલગ કાર્યો આપવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર, બે પવિત્ર મસ્જિદોના જનરલ પ્રેસિડેન્સીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 600 મહિલા કર્મચારીઓને તેમની એજન્સીઓ અથવા સહાયક એજન્સીઓની મદદથી તાલીમ આપવામાં આવી છે. આ પ્રશિક્ષિત મહિલાઓને મહિલા વિકાસ બાબતોના ઉપાધ્યક્ષ અલ-અનોદ અલ-અબૌદના નેતૃત્વમાં 310 મહિલાઓને રોજગારી પણ આપવામાં આવી છે. મહિલા વિકાસ બાબતોની એજન્સીએ આ મહિલાઓને જુદા જુદા કામોમાં રોક્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેમેલિયા અલ-દાદીના નેતૃત્વમાં 200 જેટલી મહિલાઓ ગુપ્તચર અને માર્ગદર્શન બાબતોની એજન્સી માટે કામ કરી રહી છે, જ્યારે બાકીની પ્રશિક્ષિત મહિલાઓ વહીવટી અને સેવા બાબતોની એજન્સીમાં સેવા આપી રહી છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં સાઉદીમાં મહિલા સૈનિકોને મક્કા અને મદીનામાં ઈસ્લામના પવિત્ર સ્થળોની સુરક્ષા માટે ભરતી કરવામાં આવી હતી. સુરક્ષા દરમિયાન, લશ્કરી ખાકી યુનિફોર્મ પહેરેલી મહિલાઓ પહેલી વખત મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં સુરક્ષાની સ્થિતિ પર નજર રાખી રહી છે.

સાઉદી અરેબિયા દ્વારા લેવામાં આવેલા આ પગલાની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. આ પ્રશિક્ષિત મહિલાઓને મક્કાની ગ્રાન્ડ મસ્જિદ-ખાના-એ-કાબામાં મહિલા યાત્રાળુઓ અને મુલાકાતીઓની સેવા માટે તૈનાત કરવામાં આવી છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં દેશમાં અમલમાં મૂકવામાં આવી રહેલી દ્રષ્ટિ તરફ આ એક મોટું પગલું છે.

ધાર્મિક ભાવના / ભગવાન રામને સીતાજીનો વિરહ કેમ સહન કરવો પડ્યો તેની વાત

ધર્મ / જાણો શા માટે કરોડો લોકો શ્રી કૃષ્ણમાં વિશ્વાસ કરે છે

હિન્દુ ધર્મ / શ્રી રામ અને શ્રી કૃષ્ણની યુદ્ધ નીતિમાં તફાવત