Mehsana/ ઊંઝા કબીર આશ્રમ નજીક પૈસાની લેતીદેતીમાં શ્રમિકની કરાઈ હત્યા

મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક વણાગલા ચાર રસ્તા નજીક આધેડને પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. છૂટક મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા અને કબીર આશ્રમ નજીક ઝાડ નીચે……..

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 08T141713.386 ઊંઝા કબીર આશ્રમ નજીક પૈસાની લેતીદેતીમાં શ્રમિકની કરાઈ હત્યા

@Alpesh Patel

Mehsana News: મહેસાણા જિલ્લાના ઊંઝા કબીર આશ્રમ નજીક શ્રમિકને પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. શ્રમિક સોમાભાઈ દેવીપૂજકને રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. વિજય નામના ઈસમ સાથે અગાઉ જૂની અદાવતમાં ઝગડો થયો હતો તે શંકાના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

WhatsApp Image 2024 02 08 at 2.14.49 PM ઊંઝા કબીર આશ્રમ નજીક પૈસાની લેતીદેતીમાં શ્રમિકની કરાઈ હત્યા

મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક વણાગલા ચાર રસ્તા નજીક આધેડને પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. છૂટક મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા અને કબીર આશ્રમ નજીક ઝાડ નીચે એકલવાયું જીવન જીવતા સોમાભાઈ દેવીપૂજકને રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. વિજય નામના ઈસમ સાથે અગાઉ જૂની રૂપિયાની લેતીદેતીની અદાવતમાં અગાઉ ઝગડો થયો હતો અને એ શંકા આધારે ઊંઝા પોલીસે શકદાર હત્યારા વિજય દેવીપૂજકે જ સોમા દેવીપૂજક ની પથ્થરો મારી હત્યા કરી છે. આ શંકાના આધારે ઊંઝા પોલીસ સ્ટેશનમાં વિજય દેવીપૂજક સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટનગરમાં આવકવેરા વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ

આ પણ વાંચો:રામલલ્લાનાં દર્શન કરવા ઈચ્છતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર…