Not Set/ રાજકોટમાં બની રહેલા એરપોર્ટ પર કામ કરતા શ્રમિકો કોરોના સંક્રમિત

એરપોર્ટ પર કામ કરતાં શ્રમિકો સંક્રમિત

Gujarat
2222222222222222 રાજકોટમાં બની રહેલા એરપોર્ટ પર કામ કરતા શ્રમિકો કોરોના સંક્રમિત

કોરોનાના લીધે રાજ્યમાં અતિ ગંભીર હાલત જોવા મળી રહી છે. કોરોના સંક્રમણના કેસો વધતાં પરપ્રાંતિય મજૂરો સહિત રાજ્યના મજૂરો પોતાના ગામે જતા રહ્યા છે. રાજકોટમાં બની રહેલા નવુ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ ઝડપથી પરિપૂર્ણ કરવા માટે સરકારે ખાસ મંજૂરી આપી હતી.કોરોનાના પ્રથમ તબ્બકો આંશિક રાહત થઇ હતી ત્યારે એરપોર્ટ પર 2500 જેટલા શ્રમિકો કામ કરી રહયા હતા.જયારે બીજા તબ્બકામાં કોરોના ઘાતક નિવડી રહ્યો છે ત્યારે એરપોર્ટ પર કામ કરતાં  પરપ્રંતિય મજૂરો વતન જતા રહ્યા છે. હાલ માત્ર 700 મજૂરો કામ કરી રહ્યા છે.20 જેચલા મજૂરોને કોરોના સંક્રમિત છે,અને હાલ તેમને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ હાઇવે પાસે હિરાસર ગામ નજીક 2500 એકર સરકારી જમીનમાં રાજકોટનું નવું એરપોર્ટ આકાર પામી રહ્યું છે. ગત વર્ષે કોરોનાના લીધે મહિનાઓ સુધી કામ ઠપ છઇ ગયું હતું.પરતું સરકારં સ્પેશિય મંજૂરી આપીને કામ ફરી શરૂ કરાવડાવ્યું હતું.સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણ ઘટતા એરપોર્ટ પર 2500 મજૂરો કામ કરતાં હતાં,પરતું બીજા તબ્બાકામાં કોરોના ઘાતક સાબિત થયો છે ત્યારે મોટાભાગના શ્રમિકો પોતાના વતન જતા રહ્યા છે. હાલ માત્ર 700 મજૂરો એરપોર્ટ પર કામ કરી રહ્યા છે. આ શ્રમિકોને રસી મૂકાવવા માટે તંત્રને અવારનવાર રજૂઆત કર્યા છંતા પણ શ્રમિકોને રસી મૂકવામાં આવી નથી.જેના લીધે 20 મજૂરો કોરોના સંક્રમિત થયા છે તેમને સત્વરે આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.