Not Set/ ઇટલીમાં બ્રિજ ધરાશયી થવાના કારણે લગાવવામાં આવી ૧૨ મહિનાની ઈમરજન્સી

જેનોજા, ઇટલીના જેનોજામાં એક પુલ ધરાશયી થવાના કારણે ૩૯ લોકોના મોત થયા છે. જો કે આ ઘટના બાદ પ્રધાનમંત્રી જ્યુંસપે કોન્ટેએ બુધવારે ૧૨ મહિનાની ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી છે. સાથે સાથે ઇટલીના પીએમએ તપાસ તેમજ રાહત-બચાવ કાર્ય માટે ૫૦ લાખ યુરો એટલે કે ૪૦ કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે. Italian Prime Minister Giuseppe Conte […]

World Trending
DksCXjPVAAETQQX ઇટલીમાં બ્રિજ ધરાશયી થવાના કારણે લગાવવામાં આવી ૧૨ મહિનાની ઈમરજન્સી

જેનોજા,

ઇટલીના જેનોજામાં એક પુલ ધરાશયી થવાના કારણે ૩૯ લોકોના મોત થયા છે. જો કે આ ઘટના બાદ પ્રધાનમંત્રી જ્યુંસપે કોન્ટેએ બુધવારે ૧૨ મહિનાની ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી છે. સાથે સાથે ઇટલીના પીએમએ તપાસ તેમજ રાહત-બચાવ કાર્ય માટે ૫૦ લાખ યુરો એટલે કે ૪૦ કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.

જ્યુંસપે કોન્ટેએ જણાવ્યું હતું કે, તેઓનું પ્રશાસન મંગળવારે ધરાશયી થયલા મોરાંડી પુલની જહેમત માટે જવાબદાર પ્રાઇવેટ કંપની ઑસ્ટોસ્ટ્રૅડને મળેલા કોન્ટ્રાક્ટ પણ પાછા લેવામાં આવશે. કોન્ટેએ જણાવ્યું, “આ પ્રકારની ત્રાસદી મોર્ડન સોસાયટીમાં અસ્વીકાર્ય છે”.

મંગળવારે ઇતાલવી નાગરિક સંરક્ષણ એજન્સીના પ્રમુખ એન્ગેલો બોરેલીએ કહ્યું હતું કે, અ ઘટનામાં ૧૩ લોકો ઘાયલ થયા છે. ઇટલીના ગૃહમંત્રી માત્તેઓ સલ્વિનીએ જણાવ્યું, મૃત્યુ પામનારા લોકોમાં ૮, ૧૨ અને ૧૩ વર્ષના બાળકો છે.

મહત્વનું છે કે, મંગળવારે ઉત્તરી બંદરગાહ શહેરમાં ભારે વરસાદના કારણે મૌરાંડી પુલનો એક ભાગ ધરાશયી થવાના કારણે અંદાજે ૩૫ કાર અને ઘણી ટ્રકો ૪૫ મીટર એટલે કે ૧૫૦ ફૂટ નીચે રેલવેના પાટાઓ પર પડી ગયા હતા.