Not Set/ નેપાળ: કોલેજ બસ ખીણમાં પડતા ૨૩ ના મોત, ૧૪ ઘાયલ

કાઠમાંડું નેપાળમાં એક ભીષણ અકસ્માતનો મામલો સામે આવ્યો છે. સલ્યાણ જીલ્લામાં એક બસ કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફિલ્ડ ટ્રીપ પરથી લઈને પાછી ફરી રહી હતી તે દરમ્યાન આ બસ ખીણમાં પડી ગઈ. બસ ખીણમાં પડતા ૨૩ લોકોના મૃત્યુ થયા છે જયારે ૧૪ લોકો ઘાયલ થયા છે. આ ઘટના શુક્રવારની છે. બસ કપૂરકોટથી પાછી અવી રહી […]

World Trending
નેપાળ નેપાળ: કોલેજ બસ ખીણમાં પડતા ૨૩ ના મોત, ૧૪ ઘાયલ

કાઠમાંડું

નેપાળમાં એક ભીષણ અકસ્માતનો મામલો સામે આવ્યો છે. સલ્યાણ જીલ્લામાં એક બસ કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફિલ્ડ ટ્રીપ પરથી લઈને પાછી ફરી રહી હતી તે દરમ્યાન આ બસ ખીણમાં પડી ગઈ. બસ ખીણમાં પડતા ૨૩ લોકોના મૃત્યુ થયા છે જયારે ૧૪ લોકો ઘાયલ થયા છે.

આ ઘટના શુક્રવારની છે. બસ કપૂરકોટથી પાછી અવી રહી હતી.

જીલ્લાના પોલીસના કહેવા પ્રમાણે બસમાં કુલ ૩૭ લોકો હતા જેમાં ૩૪ વિદ્યાર્થીઓ, ૨ શિક્ષક અને એક ડ્રાઈવર હતા. આ બસ કાઠમાંડુંથી આશરે ૪૦૦ કિમી દૂર રમરી ગામ નજીક રસ્તા પરથી લપસી પડતા ૭૦૦ મીટર ઊંડી ખીણમાં પડી ગઈ. પાંચ મહિલાઓ સહિત ૧૪ લોકો ઘાયલ થયા છે.

કાઠમાંડું પોસ્ટના જણાવ્યા પ્રમાણે કૃષ્ણ સેન ઇરછુક પોલિટેકનીક ઇન્સ્ટીટયુટના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફિલ્ડ ટ્રીપ પર ગયા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.