Not Set/ પાકિસ્તાનને વધુ એક ઝટકો,અમેરિકાએ સહાય ઘટાડી

વોશિંગ્ટન, આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને અમેરિકાએ વધુ એક  ઝટકો આપ્યો છે. અમેરિકાએ કેરી લૂગર બર્મન એક્ટ હેઠળ પાકિસ્તાનને અપાતી મદદમાં કપાત કરવાનું નક્કી કર્યું છે. અમેરિકાએ કેરી લૂગર બર્મન એક્ટ હેઠળ પાકિસ્તાનને સૂચિત નાણાકીય સહાયમાં 44 કરોડ ડોલરનો ઘટાડો કર્યો છે. આ કપાત બાદ પાકિસ્તાનને  4.1  બિલિયન ડોલર આપવામાં આવશે. આર્થિક બાબતોના મંત્રાલયના સૂત્રોના હવાલેથી પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુને લખ્યું છે કે,  અમેરિકાની […]

Top Stories World
aaam 8 પાકિસ્તાનને વધુ એક ઝટકો,અમેરિકાએ સહાય ઘટાડી

વોશિંગ્ટન,

આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને અમેરિકાએ વધુ એક  ઝટકો આપ્યો છે. અમેરિકાએ કેરી લૂગર બર્મન એક્ટ હેઠળ પાકિસ્તાનને અપાતી મદદમાં કપાત કરવાનું નક્કી કર્યું છે.

અમેરિકાએ કેરી લૂગર બર્મન એક્ટ હેઠળ પાકિસ્તાનને સૂચિત નાણાકીય સહાયમાં 44 કરોડ ડોલરનો ઘટાડો કર્યો છે. આ કપાત બાદ પાકિસ્તાનને  4.1  બિલિયન ડોલર આપવામાં આવશે.

આર્થિક બાબતોના મંત્રાલયના સૂત્રોના હવાલેથી પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુને લખ્યું છે કે,  અમેરિકાની મુલાકાતના ત્રણ અઠવાડિયા પહેલા સબસીડીમાં ઘટાડો કરવાના નિર્ણય અંગે પાકિસ્નાન વડાપ્રધાન ઇમરાન ખાનને માહીતી આપવામાં આવી હતી.

ઇસ્લામાબાદને આ નાણાકીય સહાય ‘પાકિસ્તાન એન્હાંસ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (પીઇપીએ) 2010’ દ્વારા મળે છે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, 90 કરોડ ડોલરની અમેરિકી સહાય મેળવા માટે પાકિસ્તાને ગયા અઠવાડિયે જ પેપાની સમયસીમાં વધારી દીધી હતી.

ઓક્ટોબર 2009માં, અમેરિકી કોંગ્રેસે ‘કેરી લુગર બર્મન એક્ટ’ પસાર કર્યો હતો અને તેનો અમલ કરવા માટે સપ્ટેમ્બર 2010 માં પેપા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત, પાંચ વર્ષના ગાળામાં પાકિસ્તાનને 7.5 અબજ ડોલરની સહાય આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અધિનિયમ પાકિસ્તાનના આર્થિક બંધારણમાં રોકાણ કરવાના ઉદ્દેશ સાથે લાવવામાં આવ્યો હતો, જેના હેઠળ દેશની ઉર્જા અને જળ સંકટને દૂર કરવાનું હતું.

જો કે, પેપા કરાર અમલમાં આવતાની સાથે જ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડવાની શરૂઆત થઈ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણાકીય સહાયમાં કાપ મૂકતા પહેલા 4.5 અબજ ડોલરની ફાળવણી કરવાની હતી જે હવે ઘટીને 4.1 અબજ ડોલર થઈ ગઈ છે.

પાકિસ્તાનના અધિકારીઓએ અમેરિકાના નિર્ણય પર કહ્યું હતું કે અમેરિકા દ્વારા આપવામાં આવતી નાણાંની સહાયની કપાત માત્ર પાકિસ્તાન માટે કરવામાં આવી નથી, પરંતુ તે વિકાસશીલ દેશોને ડોનાલ્ડ ટ્રમ્પ સહાયને ઘટાડવાની રણનીતિનો જ એક ભાગ છે.

પાકિસ્તાનના આર્થિક મંત્રાલયના મતે પેપાએ ચાર માધ્યમોમાં એક છે, જેના દ્વારા અમેરિકા પાકિસ્તાનને નાગરિક આર્થિક સહાય પૂરી પાડે છે. અમેરિકા.એ પાકિસ્તાનને દરેક રીતે આશરે 8.2 અબજ ડોલરની આર્થિક સહાયનું વચન આપ્યું છે, જેમાંથી 6.6  અબજ ડોલર તેને આપવામાં આવ્યા છે.

 બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ  370 હટાવ્યા બાદ અમેરિકાએ પાકિસ્તાનની સતત વિનંતીઓ છતાં દ્વિપક્ષીય સ્તરે કાશ્મીર સાથે સમાધાન કરવાનો પોતાનો જૂનું વલણ જાળવી રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.