Not Set/ કેન્યા સ્થિત અમેરિકાના મિલિટરી બેઝ પર આતંકીઓનો હુમલો, મોટી ખુંવારીનો દાવો

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે  પોતાના કોઈ પણ સૈન્ય ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ચેતવણી ઈરાનને આપેલી ચેતવણી પછી અમેરિકાના મિલિટરી બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે. કેન્યામાં  યુએસ મિલિટરી બેઝ પર સોમાલિયાના ઇસ્લામિક આતંકવાદી સંગઠન અલ શબાબ ગ્રુપ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.આતંકી ગ્રુપ દ્વારા એવો દાવો કરવામાં […]

Top Stories World
aaaaaaaaaaamaya 17 કેન્યા સ્થિત અમેરિકાના મિલિટરી બેઝ પર આતંકીઓનો હુમલો, મોટી ખુંવારીનો દાવો

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે  પોતાના કોઈ પણ સૈન્ય ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ચેતવણી ઈરાનને આપેલી ચેતવણી પછી અમેરિકાના મિલિટરી બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે.

કેન્યામાં  યુએસ મિલિટરી બેઝ પર સોમાલિયાના ઇસ્લામિક આતંકવાદી સંગઠન અલ શબાબ ગ્રુપ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.આતંકી ગ્રુપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલામાં 7 એરક્રાફ્ટ તોડી પાડવામાં આવ્યા છે.સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે સામ-સામે ફાયરિંગ ચાલુ છે. આ બેઝ અમેરિકા અને કેન્યાનુ સંયુક્ત બેઝ છે.

અલ શબાબે એક નિવેદનમાં કહ્યું હતું કે આ બેઝ પર અમેરિકા અને કેન્યાના ટ્રૂપને ભારે ખુવારી થઇ છે. અમે દુશ્મનોની લાઇનમાં ઘુસ્યા અને સફળતાપુર્વક બેઝને કન્ટ્રોલ કરી લીધો છે.

કેન્યાના નોર્થ દરિયાઇ તટ પર સ્થિત લામુ કાઉન્ટિમાં આ બેઝ આવેલો છે જેનો કેન્યા અને યુએસની મિલિટરી દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

કેન્યાના સંરક્ષણ વિભાગે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે રવિવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 5.30 વાગ્યાના અરસામાં માન્ડા એર સ્ટ્રીપ પર હુમલાનો પ્રયાસ થયો હતો. આ ઘટનામાં વળતી કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. અત્યારે એરસ્ટ્રીપ સુરક્ષિત છે.

આફ્રિકા માટે કાર્યરત અમેરિકન મિલિટરી કમાન્ડ આફ્રીકોમે પણ એક નિવેદનમાં હુમલાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું- યુએસ આફ્રિકા કમાન્ડ ખાતરી કરે છે કે માન્ડા બે એરફિલ્ડમાં એક હુમલો થયો હતો અને અત્યારે કેન્યા દ્વારા આ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.