Not Set/ નાસાએ રચ્યો ઈતિહાસ, મંગળ ગ્રહની જમીન પર ઉતર્યું માર્સ ઈનસાઈટ

સાત મહિનાના પ્રવાસ બાદ નાસાનું માર્સ ઇનસાઈટ સોમવારે મંગળ ગ્રહ પર સફળતા પૂર્વક ઉતરાણ કરી ચુક્યું છે. ભારતના સમય અનુસાર માંશ્ય રાત્રિ એટલે કે ૧:૩૦ વાગ્યે ઇનસાઇટ મંગળ ગ્રહ પર ઉતર્યા બાદ તેણે નાસાના કંટ્રોલ રૂમમાં સિગ્નલ મોકલ્યું હતું કે તે સુરક્ષિત અને જીવિત છે. ઇનસાઈટ પ્રથમ વખત મંગળ ગ્રહની જમીનનું ખોદાણ કરીને અભ્યાસ કરશે […]

Top Stories World Trending Tech & Auto
nasa mars insight robotic probe landing mission animation lockheed martin 00016 નાસાએ રચ્યો ઈતિહાસ, મંગળ ગ્રહની જમીન પર ઉતર્યું માર્સ ઈનસાઈટ

સાત મહિનાના પ્રવાસ બાદ નાસાનું માર્સ ઇનસાઈટ સોમવારે મંગળ ગ્રહ પર સફળતા પૂર્વક ઉતરાણ કરી ચુક્યું છે.

ભારતના સમય અનુસાર માંશ્ય રાત્રિ એટલે કે ૧:૩૦ વાગ્યે ઇનસાઇટ મંગળ ગ્રહ પર ઉતર્યા બાદ તેણે નાસાના કંટ્રોલ રૂમમાં સિગ્નલ મોકલ્યું હતું કે તે સુરક્ષિત અને જીવિત છે.

Image result for mars insight

ઇનસાઈટ પ્રથમ વખત મંગળ ગ્રહની જમીનનું ખોદાણ કરીને અભ્યાસ કરશે અને ભૂકંપની ગતિવિધિનું પણ અવલોકન કરશે. ઇનસાઈટ ઉપગ્રહએ આ વર્ષના ૫ મે ના રોજ ઉડાન ભરી હતી.

૬૨૦૦ કિમી પ્રતિ કલાકની સ્પીડ ધરાવતા આ ઉપગ્રહએ ૩૦૧,૨૨૩,૯૮૧ માઈલનું અંતર કાપ્યું છે.

મંગળ ગ્રહ પર ઉતરવાની પ્રોસેસ સાત મિનીટ સુધી ચાલી હતી. ભારતના સમય પ્રમાણે સોમવારે રાત્રે ૧: ૨૪ વાગ્યે તે મંગળ પર ઉતર્યું હતું.

Image result for mars insight

આખી દુનિયાના વૈજ્ઞાનિકો આ ઉતરાણ લાઇવ જોયું હતું. જેવું ઇનસાઈટ મંગળની સપાટી પર પહોચ્યું તેવા વૈજ્ઞાનિકો ખુશીને મારે કુદવા મંડ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ ઉપગ્રહનો કુલ ખર્ચ ૭૦૪૪ કરોડ રૂપિયા થયો હતો.

૫ મે ૨૦૧૮ ના રોજ કેલીફોર્નીયાના વનડેનબર્ગ એરફોર્સ સ્ટેશનથી એટલસ વી રોકેટ દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું હતું.

આની પહેલા પણ નાસા દ્વારા વર્ષ ૨૦૧૨માં મંગળ પર યાન ક્યુરોસીટી મોકલવામાં આવ્યું હતું. આ જ મિશનમાં મંગળ ગ્રહ પર પાણી છે તેના પુરાવા મળ્યા હતા.