Not Set/ ઇમરાનનો મોટો ઘટસ્ફોટ, કહ્યું- અમેરિકાના કહેવા પર અમે લગાવી હતી આતંકની ફેક્ટરી

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સ્વીકાર કર્યો કર્યું છે કે અનેક કુખ્યાત આતંકવાદી સંગઠનોનો તેમના દેશમાં જન્મ થયો છે અને ઉછેર્યા. ઇમરાને કબૂલ્યું છે કે સોવિયત યુનિયનના યુગમાં પાકિસ્તાને આતંકવાદીઓને તાલીમ આપી હતી. પાકિસ્તાની વડાપ્રધાને આ આતંકવાદી સંગઠનો માટે અમેરિકાને દોષી ઠેરવ્યા છે. ઇમરાને કહ્યું, ‘જ્યારે સોવિયત સંઘે 80 ના દાયકામાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે […]

Top Stories World
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahu 10 ઇમરાનનો મોટો ઘટસ્ફોટ, કહ્યું- અમેરિકાના કહેવા પર અમે લગાવી હતી આતંકની ફેક્ટરી

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સ્વીકાર કર્યો કર્યું છે કે અનેક કુખ્યાત આતંકવાદી સંગઠનોનો તેમના દેશમાં જન્મ થયો છે અને ઉછેર્યા. ઇમરાને કબૂલ્યું છે કે સોવિયત યુનિયનના યુગમાં પાકિસ્તાને આતંકવાદીઓને તાલીમ આપી હતી. પાકિસ્તાની વડાપ્રધાને આ આતંકવાદી સંગઠનો માટે અમેરિકાને દોષી ઠેરવ્યા છે.

ઇમરાને કહ્યું, ‘જ્યારે સોવિયત સંઘે 80 ના દાયકામાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે આ મુજાહિદ્દીન જેહાદ માટે તૈયાર હતા. તેને અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. ‘અને તે રીતે જિહાદને આતંકવાદ કહેવમાં આવવા લાગ્યું’

અમેરિકા પર પ્રહાર કરતા ઇમરાને કહ્યું, “એક દાયકા પછી જ્યારે અમેરિકનો પોતે અફઘાનિસ્તાન આવ્યા ત્યારે તે જેહાદ નહીં પણ આતંકવાદમાં ફેરવાઈ ગયો.” આ એક મોટી વક્રોક્તિ છે. મને લાગે છે કે પાકિસ્તાન ન્યૂટ્રલ રહેવું જોઈએ કારણ કે આ સંગઠનોમાં જોડાવું આપણા માટે હાનિકારક સાબિત થયું અને અમે 70 હજાર લોકો ગુમાવ્યા.

અમે 100 અબજ ડોલરનું આર્થિક નુકસાનમાં થયું છે. ઇમરાને કહ્યું કે અંતે, અમેરિકનોએ પાકિસ્તાનને નિષ્ફળતાની લપેટમાં મૂકી દીધું. તેમણે કહ્યું કે તે પાકિસ્તાન સાથે ખોટું થયું છે.

તૂટી ગઈ છે અમેરિકા અને પાકિસ્તાનની ‘મિત્રતા’

ઉલ્લેખનીયએ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક સમય હતો જ્યારે અમેરિકા યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને હથિયારો અને અન્ય વસ્તુઓ પ્રદાન કરતો હતો, તે તેનો ટેકો આપતો હતો, પરંતુ આજે આ મામલો સંપૂર્ણ બદલાઈ ગયો છે.

આજે ભારત અને અમેરિકાના સંબંધો વધુ સારા થઈ રહ્યા છે, જ્યારે પાકિસ્તાનને અમેરિકાએ ધ્યાન આપવાનું મહત્વ ઘટાડ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ  370 હટાવ્યા પછી ભારત અને પાકિસ્તાન પ્રત્યે અમેરિકાના વલણથી પણ સ્પષ્ટ થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.