Not Set/ બે કલાક કરતાં પણ વધુ સમય બરફના બોક્સમાં બેસી બનાવ્યો અનોખો રેકોર્ડ

વિયેના, તમે ક્યાં સુધી બરફના એક ડબ્બામાં રહી શકો છો? એક કે બે મિનિટ સુધી. જયારે ઓસ્ટ્રિયાના એથલીટ જોસેફ કોઅબર્લે બરફના ડબ્બામાં બે કલાક, 8 મિનિટ અને 47 સેકન્ડ સુધી બેસીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જોસેફ કપડાં વિના બરફના એક બોક્સમાં પ્રવેશ્યો. તેણે ફક્ત સ્વીમસ્યુટ પહેર્યું હતું. આપને જણાવી દઈએ કે, જોસેફ પહેલા આ રેકોર્ડ ચીની એથલીટ જિન સોનગહાવના નામે હતો જેણે […]

World
aaas 14 બે કલાક કરતાં પણ વધુ સમય બરફના બોક્સમાં બેસી બનાવ્યો અનોખો રેકોર્ડ

વિયેના,

તમે ક્યાં સુધી બરફના એક ડબ્બામાં રહી શકો છો? એક કે બે મિનિટ સુધી. જયારે ઓસ્ટ્રિયાના એથલીટ જોસેફ કોઅબર્લે બરફના ડબ્બામાં બે કલાક, 8 મિનિટ અને 47 સેકન્ડ સુધી બેસીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

જોસેફ કપડાં વિના બરફના એક બોક્સમાં પ્રવેશ્યો. તેણે ફક્ત સ્વીમસ્યુટ પહેર્યું હતું. આપને જણાવી દઈએ કે, જોસેફ પહેલા આ રેકોર્ડ ચીની એથલીટ જિન સોનગહાવના નામે હતો જેણે 2014 માં 53 મિનિટ, 10 સેકન્ડ સુધી બરફમાં બેસીને રેકોર્ડ બનાવ્યો હતો.

OMG: बिना कपड़ों के बर्फ में 2 घंटे बैठकर इस शख्स ने बनाया रिकॉर्ड

જોસેફે ચીનના એથલેટ જીનનો  રેકોર્ડ તોડ્યો છે. વિયેનાના મુખ્ય સ્ટેશનમાં એક પારદર્શક બોક્સ તૈયાર કરવામાં આવ્યો જેમાં બરફ નાખવામાં આવ્યો. તે પહેલા ડબ્બામાં ગયો ત્યારબાદ તેના ખભા પર બરફના ટુકડા નાખવામાં આવ્યા.

બરફના ટુકડા ભરેલા બોક્સ બેસતા પહેલાં જોસેફનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.એ પછી બોક્સની  બહાર નીકળ્યા પછી પણ તેણે તેનું મેડિકલ ટેસ્ટ અને શરીરનું તાપમાન તપાસવામાં આવ્યું હતું. આ સાથે એક એમ્બ્યુલન્સ પણ ઇમરજન્સી માટે ઉભી કરવામાં અવી હતી.

OMG: बिना कपड़ों के बर्फ में 2 घंटे बैठकर इस शख्स ने बनाया रिकॉर्ड

આ રેકોર્ડ પૂર્ણ થતાંની સાથે જ તેણે કહ્યું કે હું જાણું છું કે હું વધુ સમય બરફમાં બેસી શકું, પણ મને તેની જરૂર નહોતી. તેથી જ તે 2 કલાક પછી હું બહાર આવી ગયો. હવે હું મારો રેકોર્ડ તૂટે ત્યાં સુધી રાહ જોઈશ.

જોસેફ ખુશ છે કે તેણે આ રેકોર્ડ બનાવ્યો છે પરંતુ કેટલાક લોકો કહે છે કે તે મૂર્ખ છે. આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ વ્યક્તિ બરફના બોક્સ બેસીને રેકોર્ડ બનાવ્યો હોય.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.