Not Set/ પેશાવર બૉમ્બ વિસ્ફોટમાં રાજકીય નેતા સહીત 20 લોકોના મૃત્યુ, 55થી વધુ ઘાયલ

પાકિસ્તાન, પાકિસ્તાનના પેશાવર શહેરના યાકાતૂત વિસ્તારમાં મંગળવારે રાત્રે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો. મળતી ખબરો મુજબ આ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત થયા છે. અને 65 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની લેડી રીડીંગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમ હાજર છે. પાકિસ્તાન મીડિયા દ્વારા મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે પેશાવરના યાકાતુત વિસ્તારમાં એક […]

Top Stories World
20477d36 4b3b 404d a008 c5f8c739a5ab પેશાવર બૉમ્બ વિસ્ફોટમાં રાજકીય નેતા સહીત 20 લોકોના મૃત્યુ, 55થી વધુ ઘાયલ

પાકિસ્તાન,

પાકિસ્તાનના પેશાવર શહેરના યાકાતૂત વિસ્તારમાં મંગળવારે રાત્રે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો. મળતી ખબરો મુજબ આ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત થયા છે. અને 65 લોકો ઘાયલ થયા છે.

ઘાયલોને નજીકની લેડી રીડીંગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમ હાજર છે.

5b451361b0bce પેશાવર બૉમ્બ વિસ્ફોટમાં રાજકીય નેતા સહીત 20 લોકોના મૃત્યુ, 55થી વધુ ઘાયલ

પાકિસ્તાન મીડિયા દ્વારા મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે પેશાવરના યાકાતુત વિસ્તારમાં એક ચૂંટણીસભા ચાલતી હતી. જેમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો.

જેમાં અવામી નેશનલ પાર્ટી (ANP)ના નેતા હારૂન બિલ્લૌર સહિત 14 લોકોના માર્યા ગયાની ખબર સામે આવી છે. આત્મઘાતી હુમલો થયો ત્યારે ચૂંટણીસભામાં 300થી વધારે લોકો હાજર હતા.

facebook 3 e1531291056590 પેશાવર બૉમ્બ વિસ્ફોટમાં રાજકીય નેતા સહીત 20 લોકોના મૃત્યુ, 55થી વધુ ઘાયલ

આ આત્મઘાતી વિસ્ફોટમાં હારૂન બિલ્લૌર ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે બાદ તેમને સારવાર માટે લેડી રેડીંગ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

હારૂન બિલ્લૌરના પિતા અહમદ બિલ્લૌરનું પણ 2012માં પેશાવરમાં પાર્ટીની બેઠકમાં તાલિબાનીઓ દ્વારા થયેલા આત્મઘાતી હુમલામાં જ મોત થયું હતું.