Not Set/ બ્રિટનમાં લાખોપતિ ગુજરાતી યુવાને ઓફિસની કેન્ટીનમાં કર્યું કંઇક આવું કે ગૂમાવી પડી નોકરી

લાખોનો પગાર મેળવનાર કોઈ વ્યક્તિ ઓફિસની કેન્ટીનમાંથી સેન્ડવિચની ચોરી કરતો પકડાયો. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે. લંડનમાં સીટી ગ્રુપ સાથે કામ કરનાર ગુજરાતી મૂળના એક બોન્ડ વિક્રેતાને ઓફિસની સ્ટાફ કેન્ટીનમાંથી સેન્ડવિચની ચોરી કરવાના આરોપ બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. 31 વર્ષીય પારસ શાહ યુરોપના સૌથી મોંઘા ક્રેડિટ ટ્રેડર્સ છે. તે એચએસબીસીમાં સાત વર્ષ પસાર […]

World
Untitled 25 બ્રિટનમાં લાખોપતિ ગુજરાતી યુવાને ઓફિસની કેન્ટીનમાં કર્યું કંઇક આવું કે ગૂમાવી પડી નોકરી

લાખોનો પગાર મેળવનાર કોઈ વ્યક્તિ ઓફિસની કેન્ટીનમાંથી સેન્ડવિચની ચોરી કરતો પકડાયો. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે. લંડનમાં સીટી ગ્રુપ સાથે કામ કરનાર ગુજરાતી મૂળના એક બોન્ડ વિક્રેતાને ઓફિસની સ્ટાફ કેન્ટીનમાંથી સેન્ડવિચની ચોરી કરવાના આરોપ બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

31 વર્ષીય પારસ શાહ યુરોપના સૌથી મોંઘા ક્રેડિટ ટ્રેડર્સ છે. તે એચએસબીસીમાં સાત વર્ષ પસાર કર્યા પછી 2017 માં સિટી ગ્રુપમાં જોડાયો. મીડિયા અહેવાલ મુજબ તેમનો પગાર 10 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 9 કરોડ રૂપિયાની આસપાસ રહ્યો હશે.

 પારસ શાહને તે સમયે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે સિટી ગ્રૂપ તેના કર્મચારીઓ માટે બોનસ જાહેર કરવાના હતા. તેના બે પૂર્વ સાથીઓએ એક મીડિયાને જણાવ્યું હતું કે પારસ એક સફળ વેપારી છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. એવો આરોપ છે કે તે કેન્ટીનમાંથી સેન્ડવીચ ચોરી રહ્યો છે, પરંતુ તેણે કેટલી વાર આ કૃત્ય કર્યું છે તે સ્પષ્ટ નથી.

પારસ શાહની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેણે વર્ષ 2010 માં બાથ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ઓનર્સની ડિગ્રી મેળવી હતી અને તે જ વર્ષે એચસીબીસીના સ્થિર આવક વેપાર વિભાગમાંથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.