Not Set/ ૫ લાખ રૂપિયા કેટરિંગ માટે આપવા છતાં વેડિંગ કેક બનેલી હતી થર્મોકોલની

લગ્નને લઈને દરેક કપલની એક જ ઇરછા હોય છે કે તે એટલા ધૂમધામથી થાય કે આખી જિંદગી યાદ રહી હાય. જીવનની સૌથી સુંદર પળો લગ્ન સાથે જોડાયેલી હોય છે. ફિલીપીન્સના એક કપલના લગ્નમાં એવું થઇ ગયું કે તેઓ ઇરછે તેમ છતાં આખી જિંદગી આ વાતને નહી ભૂલી શકે.આજકાલ વેડિંગ પ્લાનરની ડીમાંડ ઘણી વધી ગઈ છે. […]

Top Stories World Trending
Couple ૫ લાખ રૂપિયા કેટરિંગ માટે આપવા છતાં વેડિંગ કેક બનેલી હતી થર્મોકોલની

લગ્નને લઈને દરેક કપલની એક જ ઇરછા હોય છે કે તે એટલા ધૂમધામથી થાય કે આખી જિંદગી યાદ રહી હાય. જીવનની સૌથી સુંદર પળો લગ્ન સાથે જોડાયેલી હોય છે.

ફિલીપીન્સના એક કપલના લગ્નમાં એવું થઇ ગયું કે તેઓ ઇરછે તેમ છતાં આખી જિંદગી આ વાતને નહી ભૂલી શકે.આજકાલ વેડિંગ પ્લાનરની ડીમાંડ ઘણી વધી ગઈ છે. મોટા ભાગના લોકો લગ્નની જવાબદારી વેડિંગ પ્લાનરને સોંપી દે છે.

ફિલીપીન્સમાં જે કિસ્સો સામે આવ્યો છે તે સાંભળીને તમે ચોક્કસથી ચોંકી જશો.મનીલાના પસીગ શહેરમાં એક કપલે વેડિંગ પ્લાનરને લગ્ન માટે ૫ લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ રૂપિયાના પ્રમાણમાં તેમને ઘણી ખરાબ સર્વિસ મળી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે શાઇન તમાયો અને તેના પાર્ટનર જોન ચેનને લગ્ન પછીના રીસેપ્શનમાં જોયું કે કેટરિંગ તરફથી કોઈ પણ પ્રકારનું જમવાનું સપ્લાય કરવામાં નથી આવ્યું.આ સ્થિતિનો સામનો કરવા માટે તેમણે ફટાફટ રસ્તા પર મળતા નુડલ્સ મંગાવ્યા અને ટ્રે માં રાખીને મહેમાનોને પીરસ્યા હતા.

ચોંકાવનારી વાત તો એ છે કે જયારે તેઓ વેડિંગ કેકને કાપવા પહોચ્યા ત્યારે જોયું કે આ કેક એ થર્મોકોલથી બનાવી હતી. તે રીયલ કેક નહતી.

આ બધું જોઇને દુલ્હન રડવા લાગી હતી અને પછી તે લોકોએ પોલીસ પાસે જઈને વેડિંગ પ્લાનર વિરુદ્ધ ફરિયાદ નોધી હતી. દુલ્હને તે દિવસને પોતાના જીવનનો સૌથી ખરાબ દિવસ કહ્યો હતો.