Not Set/ World Cup : આ ભૂલનાં કારણે વિરાટ કોહલી ચૂક્યો સેંન્ચ્યુરી, ડ્રેસિંગ રૂમમાં નીકાળી ભડાસ

સન્ડેને સુપર સન્ડે બનાવતી ભારત-પાકિસ્તાનની મેચમાં ટીમ ઈંન્ડિયાએ 89 રને જીત મેળવી હતી. આ મેચ દરમિયાન એક અજીબ નજારો પણ દેખાયો હતો. ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની વિકેટ ન પડી હોવા છતા પેવેલિયન તરફ પ્રયાણ કર્યુ હતુ. જો કે બાદમાં ડ્રેસિંગ રૂમમાં જઇને તેણે પોતાની ભડાસ નિકાળી હતી. ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ […]

Top Stories Sports
Virat Kohli 5 World Cup : આ ભૂલનાં કારણે વિરાટ કોહલી ચૂક્યો સેંન્ચ્યુરી, ડ્રેસિંગ રૂમમાં નીકાળી ભડાસ

સન્ડેને સુપર સન્ડે બનાવતી ભારત-પાકિસ્તાનની મેચમાં ટીમ ઈંન્ડિયાએ 89 રને જીત મેળવી હતી. આ મેચ દરમિયાન એક અજીબ નજારો પણ દેખાયો હતો. ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની વિકેટ ન પડી હોવા છતા પેવેલિયન તરફ પ્રયાણ કર્યુ હતુ. જો કે બાદમાં ડ્રેસિંગ રૂમમાં જઇને તેણે પોતાની ભડાસ નિકાળી હતી.

p07d99gg World Cup : આ ભૂલનાં કારણે વિરાટ કોહલી ચૂક્યો સેંન્ચ્યુરી, ડ્રેસિંગ રૂમમાં નીકાળી ભડાસ

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી હતી ત્યારે એક એવો નજારો જોવા મળ્યો હતો કે જેણે દર્શકોને ચોંકાવી દીધા હતા. ભારતીય ઈનિંગ્સની છેલ્લી 20 બોલ બાકી હતી તે દરમિયાન અચાનક વરસાદ પડતા મેચને થોડો સમય માટે રોકવી પડી હતી, બાદમાં મેચ જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે 48મી ઓવર મોહમ્મદ આમિર લઇને આવ્યો, આ દરમિયાન વિરાટ ક્રિઝ પર હતો ત્યારે તેનાથી એક મોટી ભૂલ થવા પામી હતી. આમિરની ચોથી બોલમાં જ્યારે વિરાટ હૂક શોટ મારવા ગયો ત્યારે બોલ તેની માથા પરથી નિકળી ગયો હતો. બોલ બેટ પર ન લાગ્યુ હોવા છતા પાકિસ્તાને આઉટની અપીલ કરી ત્યારે એમ્પાયરે પણ સહમતી દર્શાવી હતી અને ત્યારબાદ વિરાટ કોહલી પેવેલિયન રવાના થઇ ગયો હતો.

dc Cover ausb8ujsov0p73hguht0203uk7 20190616205735.Medi World Cup : આ ભૂલનાં કારણે વિરાટ કોહલી ચૂક્યો સેંન્ચ્યુરી, ડ્રેસિંગ રૂમમાં નીકાળી ભડાસ

વિરાટ કોહલીનાં પેવેલિયન પહોચતા જ સ્પષ્ટ થઇ ગયુ કે તે નોટ આઉટ હતો, પછી શું હતુ કોહલી તેના ઉતાવળીયા પગલાને લઇને પોતાના પર ભડાસ કાઠતો ડ્રેસિંગ રૂમમાં નજરે ચઠ્યો હતો. આપને જણાવી દઇએ કે, ઘણીવાર બેટ હવામાં ઝડપથી ફેરવવામાં આવે છે ત્યારે કેટલીકવાર અવાજ આવે છે. વિરાટ કોહલી સાથે પણ કદાચ આવું જ થયું. તે પેવેલિયનમાં જઇને બેટને હલાવીને એ સાંભળવાનો પ્રયત્ન કરતો જોવા મળ્યો કે અવાજ ક્યાંથી આવી. જો કે સત્ય એ છે કે કોહલી આઉટ થયા વગર જ પેવેલિયન જતો રહ્યો હતો.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતીય બેટ્સમેનોએ પાંચ વિકેટનાં નુકસાને 336 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાન વરસાદનાં લીધે નક્કી કરાયેલી 40 ઓવરમાં 6 વિકેટ પર 212 રન જ બનાવી શકયું હતુ. અહી રોહિત અને રાહુલની ઓપનિંગ પાર્ટનરશીપ અને બાદમાં વિરાટ કોહલીનાં તાબડતોડ 77 રનનાં કારણે ભારતીય ટીમ એક વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.