Not Set/ ટ્રેડ વોર બાદ હવે છેડાઈ શકે છે કરન્સી વોર… વિકાસશીલ દેશો પર થશે અસર

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે હવે કરન્સી વોર પણ છેડાઈ ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ શુક્રવારે ચીન અને યુપીયન યુનિયન પર એમની કરન્સી સાથે છેડછાડ અને વ્યાજ દરોમાં કાપનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પનું આ નિવેદન યુઆનના વર્ષના સૌથી નીચલા સ્તર પર પહોંચ્યા બાદ આવ્યું છે. અને આની સંભાવના ઓછી છે […]

Top Stories World
0218currency e1532177464420 ટ્રેડ વોર બાદ હવે છેડાઈ શકે છે કરન્સી વોર... વિકાસશીલ દેશો પર થશે અસર

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે હવે કરન્સી વોર પણ છેડાઈ ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ શુક્રવારે ચીન અને યુપીયન યુનિયન પર એમની કરન્સી સાથે છેડછાડ અને વ્યાજ દરોમાં કાપનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પનું આ નિવેદન યુઆનના વર્ષના સૌથી નીચલા સ્તર પર પહોંચ્યા બાદ આવ્યું છે. અને આની સંભાવના ઓછી છે કે ચીનની સેન્ટ્રલ બેન્ક આ ઘટાડાને રોકવા માટે હસ્તક્ષેપ કરશે. યુરોના મૂલ્યમાં પણ આ વર્ષે ઘટાડો નોંધાયો છે.

fe 14 1 e1532177391549 ટ્રેડ વોર બાદ હવે છેડાઈ શકે છે કરન્સી વોર... વિકાસશીલ દેશો પર થશે અસર

જાણકારોનું કહેવાનું છે કે દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓ પહેલા જ ટ્રેડ વોરમાં ઉલજેલી છે. અને કરન્સી વોર ની અસર ઘાતક રહેશે. એક રિપોર્ટ મુજબ આની અસર અમેરિકા અને ચીન સિવાય બીજી કરન્સી ઓ પર પણ થશે. વિકાસશીલ દેશમાં ઇકવીટી થી લઈને ઓઇલ સુધીની વસ્તુઓ મોંઘી થઇ શકે છે.

ટ્રમ્પએ ટ્વિટમાં લખ્યું છે કે ચીન, યુરોપિયન યુનિયન અને અન્ય કરન્સી સાથે છેડછાડ કરી રહ્યા છે. અને વ્યાજ દરને ઘટાડી રહ્યા છે. અમેરિકા દરોમાં વૃદ્ધિ કરી રહ્યું છે. અને ડોલર દિન-પ્રતિ દિન મજબૂત થઇ રહ્યો છે. આ સાથે જ ટ્રમ્પએ ફેડરલ રિઝર્વ ની હાલની મુદ્રા નીતિની આલોચના કરી હતી.

currency222 e1532177446737 ટ્રેડ વોર બાદ હવે છેડાઈ શકે છે કરન્સી વોર... વિકાસશીલ દેશો પર થશે અસર

આ બાદ શુક્રવારે ડોલરમાં ઘટાડો નોંધાયો હતો. ટ્રમ્પએ ગુરુવારે જણાવ્યું કે ફેડરલ રિઝર્વ અર્થવ્યવસ્થામાં સુધારા માટે વ્યાજ દરો વધારી રહ્યા છે તેનાથી તેઓ ખુશ નથી. ટ્રમ્પએ શુક્રવારે ટ્વિટ કરીને એમના આ જ વલણનું પુનરાવર્તન કર્યું હતું. આ વચ્ચે ફેડરલ રિઝર્વ ના અધ્યક્ષ જેરોમિ પોવેલે આ વર્ષના અંતમાં વ્યાજ દરો વધારવાના સંકેત આપ્યા છે.