Not Set/ પુત્રોએ કર્યું વિરોધી ઉમેદવારને સમર્થન… પિતાએ કરી આત્મહત્યા …

પાકિસ્તાનમાં એક અપક્ષ ઉમેદવારે પુત્રો દ્વારા એમની રાજનીતિ પર અસહમતી દર્શાવવા પર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પાકિસ્તાનમાં 25 જુલાઈએ સામાન્ય ચૂંટણી થવાની છે. એક અધિકારી ઇશફાખ ખાને શનિવારે જણાવ્યું કે મોહમ્મદ એહમદ મુગલ ફૈસલાબાદથી કેન્દ્રીય અને પ્રાંતીય વિધાનસભાઓ માટે ચૂંટણીમાં ઉભા હતા. એમણે જણાવ્યું કે મુગલ ને ઘરેથી જ વિરોધનો સામનો કરવો પડ્યો […]

World Trending
11 212 પુત્રોએ કર્યું વિરોધી ઉમેદવારને સમર્થન... પિતાએ કરી આત્મહત્યા ...

પાકિસ્તાનમાં એક અપક્ષ ઉમેદવારે પુત્રો દ્વારા એમની રાજનીતિ પર અસહમતી દર્શાવવા પર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પાકિસ્તાનમાં 25 જુલાઈએ સામાન્ય ચૂંટણી થવાની છે.

એક અધિકારી ઇશફાખ ખાને શનિવારે જણાવ્યું કે મોહમ્મદ એહમદ મુગલ ફૈસલાબાદથી કેન્દ્રીય અને પ્રાંતીય વિધાનસભાઓ માટે ચૂંટણીમાં ઉભા હતા. એમણે જણાવ્યું કે મુગલ ને ઘરેથી જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે એમના પુત્રોએ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઉમેદવારનું  સમર્થન કર્યું હતું.

pakistan elections 2018 644x362 e1532182781369 પુત્રોએ કર્યું વિરોધી ઉમેદવારને સમર્થન... પિતાએ કરી આત્મહત્યા ...

પાકિસ્તાન ચૂંટણી કાનૂન મુજબ બંને સીટો પર ચૂંટણી રદ્દ કરી દેવામાં આવશે. અને 25 જુલાઈ બાદ ચૂંટણી કરાવવામાં આવશે.

જણાવી દઈએ કે પાકિસ્તાનમાં 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી થવાની છે. આ ચૂંટણી પાકિસ્તાન જેવા પરમાણુ શક્તિ વાળા દેશ માટે ખુબ મહત્વની અને પરિવર્તનકારી હોવાનું માનવામાં આવે છે. વિવિધ પોલ દ્વારા જાણવા મળ્યું છે કે ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમતી મળવાના આસાર ઓછા છે.

બેનઝિર ભુટ્ટોના 29 વર્ષીય પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ મોટી સંખ્યામાં મતદારોને આકર્ષી રહ્યાં છે.