Not Set/ મુંબઈ હુમલાના આરોપી હેડલી પર શિકાગો જેલમાં કરાયો હુમલો, સ્થિતિ ગંભીર

નવી દિલ્હી: દેશની આર્થિક મહાનગરી મુંબઈ (Mumbai) પરના આતંકી હુમલાના આરોપી એવા ડેવિડ કોલમેન હેડલી પર અમેરિકાના શિકાગોની જેલમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઘવાયેલા ડેવિડ કોલમેન હેડલીની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. હેડલીને શિકાગોની નોર્થ અવેસ્ટન હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં તેને સારવાર સબબ સીસીયુમાં રાખવામાં આવ્યો છે. અમેરિકાના શિકાગોની જેલમાં […]

Top Stories India World Trending
Attacked on David Headley in Chicago accused of Mumbai attack

નવી દિલ્હી: દેશની આર્થિક મહાનગરી મુંબઈ (Mumbai) પરના આતંકી હુમલાના આરોપી એવા ડેવિડ કોલમેન હેડલી પર અમેરિકાના શિકાગોની જેલમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઘવાયેલા ડેવિડ કોલમેન હેડલીની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. હેડલીને શિકાગોની નોર્થ અવેસ્ટન હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં તેને સારવાર સબબ સીસીયુમાં રાખવામાં આવ્યો છે.

અમેરિકાના શિકાગોની જેલમાં બે કેદીઓએ મુંબઈ આતંકી હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલી પર તા. ૮ જુલાઈના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો કરનાર કેદીઓ બંને ભાઈઓ જ છે અને આ બંને કેદીઓ પોલીસ કર્મચારીઓ પર હુમલા કરવાના આરોપ હેઠળ હાલમાં જેલમાં બંધ છે. અમેરિકી નાગરિક ડેવિડ કોલમેન હેડલી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે કામ કરતો હતો.

ડેવિડ કોલમેન હેડલીને થઈ છે 35 વર્ષની સજા

ડેવિડ કોલમેન હેડલી લશ્કર-એ-તોઈબાના અંડર કવર એજન્ટ તરીકે કામ કરતો હતો. તેણે આતંકી હુમલા કરવા માટે ભારતમાં ઘણા સ્થળોએ ફરીને રેકી કરી હતી. આ રેકી દરમિયાન તેને ઘણી બધી માહિતી પણ મેળવી હતી. ડેવિડ કોલમેન હેડલી સપ્ટેમ્બર 2006થી જુલાઈ 2008 દરમિયાન પાંચ વખત ભારતમાં આવ્યો હતો.

આ હુમલાના સ્થળોના ફોટો લઈને તેણે પાકિસ્તાન જઈને તેની ચર્ચા કરી હતી. પાકિસ્તાનમાં લશ્કરના ટ્રેનિંગ કેમ્પમાં પણ ભાગ લઈને તાલીમ પણ લીધી હતી. 24 જાન્યુઆરી 2013ના રોજ અમેરિકન કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો. અને મુંબઈ હુમલામાં તેની ભૂમિકા માટે તેને 35 વર્ષની સજા ફટકારવામાં આવી છે.