Not Set/ પર્યાવરણ માટે ભારત બેજવાબદાર દેશ, ટ્રમ્પે આપ્યું ચોંકાવનારું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બ્રિટન પ્રવાસના અંતિમ દિવસોમાં ક્લાઈમેટ ચેન્જને લગતા તમામ આરોપો ભારત, ચીન અને રશિયા પર લગાવી દીધા છે. સાથે સાથે તેમણે ભારપૂર્વક કહ્યું કે અમેરિકામાં સૌથી સ્વચ્છ હવામાન છે. ડોનાલ્ડ ટ્રમ્પએ એક ટીવી ઇન્ટરવ્યુમાં પૂછેલા પ્રશ્નો પર કહ્યું કે આ ત્રણ દેશોમાં ના તો હવા સારી છે અને ના તો પાણી.આ […]

Top Stories World
aaa 5 પર્યાવરણ માટે ભારત બેજવાબદાર દેશ, ટ્રમ્પે આપ્યું ચોંકાવનારું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બ્રિટન પ્રવાસના અંતિમ દિવસોમાં ક્લાઈમેટ ચેન્જને લગતા તમામ આરોપો ભારત, ચીન અને રશિયા પર લગાવી દીધા છે. સાથે સાથે તેમણે ભારપૂર્વક કહ્યું કે અમેરિકામાં સૌથી સ્વચ્છ હવામાન છે.

ડોનાલ્ડ ટ્રમ્પએ એક ટીવી ઇન્ટરવ્યુમાં પૂછેલા પ્રશ્નો પર કહ્યું કે આ ત્રણ દેશોમાં ના તો હવા સારી છે અને ના તો પાણી.આ દેશોમાંથી કોઈપણને પર્યાવરણની પ્રતિ પોતાની જવાબદારી નથી.

ટ્રમ્પે કહ્યું, “અમે (ટ્રમ્પ, પ્રિન્સ ચાર્લ્સ) 15 મિનિટની વાતચીત કરવાના હતા,પરંતુ મુલાકાત દોઢ કલાક સુધી ચાલી. મોટાભાગના સમયમાં તેઓ જ બોલતા રહ્યા. તેઓ વાતાવરણમાં થઇ રહેલા પરિવર્તનમાં ખૂબ રસ રાખે છે. મેં એ જરૂર કહ્યું કે બધા આંકડા જોતા અમેરિકામાં સૌથી સ્વચ્છ હવામાન ધરાવતા દેશોમાંનો એક છે. હું આ વાતથી સંમત છું કે અમે સર્વશ્રેષ્ઠ હવામાન અને સૌથી સ્વચ્છ પાણી ઇચ્છીએ છીએ.”

ટ્રમ્પે જણાવ્યું કે, “ચીન, ભારત, રશિયા અને ઘણા અન્ય દેશો પાસે સારું પાણી નથી, સારી હવા નથી, પ્રદુષણને લઈને પણ સમસ્યા છે. જો તમે કેટલાક શહેરોમાં જાઓ.. તમે શ્વાસ નહીં લઇ શકો.આ દેશો તેમની જવાબદારી નિભાવતા નથી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ બ્રિટનની ત્રણ દિવસ રાજકીય યાત્રા હતી. ટ્રમ્પ અને બ્રિટનના વડા પ્રધાન ટેરેસાએ જે મુદ્દાઓ પર વાત કરી હતી તેમાં ક્લાયમેટ ચેન્જ પણ હતું.