Not Set/ જાપાન : સતત ભારે વરસાદના પગલે સર્જાઈ તારાજી, ૧૦૦ લોકોના મોત

હિરોશિમા, જાપાનમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષી રહેલા ભારે વરસાદના પગલે ભારે તારાજી સર્જાયેલી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે સર્જાયેલી આ તબાહીના કારણે અત્યારસુધીમાં ૧૦૦ મોત થયા છે. જ્યારે ૨૦ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જાપાન સરકારના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસથી વર્ષી રહેલા સતત ભારે વરસાદના પગલે અત્યાર સુધી ૧૦૦ […]

World
87ef5f0d198ea0410fa027051765597e જાપાન : સતત ભારે વરસાદના પગલે સર્જાઈ તારાજી, ૧૦૦ લોકોના મોત

હિરોશિમા,

જાપાનમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષી રહેલા ભારે વરસાદના પગલે ભારે તારાજી સર્જાયેલી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે સર્જાયેલી આ તબાહીના કારણે અત્યારસુધીમાં ૧૦૦ મોત થયા છે. જ્યારે ૨૦ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

78EF53B6 BB0B 4435 A715 A954EAE9C364 w1023 r1 s જાપાન : સતત ભારે વરસાદના પગલે સર્જાઈ તારાજી, ૧૦૦ લોકોના મોત

જાપાન સરકારના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસથી વર્ષી રહેલા સતત ભારે વરસાદના પગલે અત્યાર સુધી ૧૦૦ લોકોના મોતની પૃષ્ટિ કરવામાં આવી છે. જો કે આ આંકડો હજી વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

sei 20547105 જાપાન : સતત ભારે વરસાદના પગલે સર્જાઈ તારાજી, ૧૦૦ લોકોના મોત

વડાપ્રધાન શિંજા આબેએ પણ આપત્તિના આ સમયને સમયની સાથે જંગ ગણાવ્યુ છે. ભારે વરસાદના પગલે સોમવારે ક્યુશુ અને શિકોકુ ટાપુ માટે નવી આપત્તિની ચેતવણી જાહેર કરાઈ છે.

japan 005 2 જાપાન : સતત ભારે વરસાદના પગલે સર્જાઈ તારાજી, ૧૦૦ લોકોના મોત

પ્રધાનમંત્રી આબેએ જણાવ્યું, રાહત – બચાવ કામગીરી, લોકોનો જીવ બચાવવો અને વિસ્થાપનનુ કાર્ય વિરુદ્ધ એક લડાઈ છે. વરસાદ અને પૂરના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનના વ્યાપક વિસ્તારોમાં મોટાપાયે નુકશાન થયુ છે. જેમાં અત્યાર સુધી ૧૦૦ લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે હજી પણ ૫૦થી વધુ લોકો લાપતા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવકાર્ય યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવ્યુ છે. તેમજ અત્યાર સુધી ૨૦ લાખ લોકોને અન્યત્ર ખસેડાયા છે. તેમજ કેટલાક વિસ્તારમાં ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ પૂરના કારણે નુકશાનનો આંકડો ખૂબ જ મોટો હોઈ શકે છે જેના આંકડા હજી જાહેર કરાયા નથી.