Not Set/ ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : દુનિયાની આ ૪ ટીમો વચ્ચે જામશે મહાકુંભનો સેમિ-ફાઈનલ જંગ

મોસ્કો, રશિયામાં રમાઈ રહેલા ફુટબોલનો મહાકુંભ ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ અંતિમ દોર તરફ આગળ વધી રહ્યો છે. વર્લ્ડકપમાં ટોચની આઠ ટીમો વચ્ચે ક્વાર્ટર ફાઈનલનો જંગ સમાપ્ત થયા બાદ હવે અંતિમ ૪ ટીમો વચ્ચે સેમિફાઈનલ જામશે. આ વર્લ્ડકપની અંતિમ – ૪ ટીમોમાં બેલ્જિયમ, ક્રોએશિયા, ઈંગ્લેંડ અને ફ્રાંસની ટીમનો સમાવેશ થાય છે, ત્યારે આ ટીમો વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના […]

Trending Sports
12 06 2018 fifa wc 18070610 650x405 1 ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : દુનિયાની આ ૪ ટીમો વચ્ચે જામશે મહાકુંભનો સેમિ-ફાઈનલ જંગ

મોસ્કો,

રશિયામાં રમાઈ રહેલા ફુટબોલનો મહાકુંભ ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ અંતિમ દોર તરફ આગળ વધી રહ્યો છે. વર્લ્ડકપમાં ટોચની આઠ ટીમો વચ્ચે ક્વાર્ટર ફાઈનલનો જંગ સમાપ્ત થયા બાદ હવે અંતિમ ૪ ટીમો વચ્ચે સેમિફાઈનલ જામશે. આ વર્લ્ડકપની અંતિમ – ૪ ટીમોમાં બેલ્જિયમ, ક્રોએશિયા, ઈંગ્લેંડ અને ફ્રાંસની ટીમનો સમાવેશ થાય છે, ત્યારે આ ટીમો વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે.

ફિફા વર્લ્ડકપમાં અત્યારસુધી રમાયેલી મેચોમાં આર્જેન્ટીના, ગત ચેમ્પિયન જર્મની, પોર્ટુગલ, સ્પેન, પાંચ વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ બ્રાઝિલ, યજમાન રશિયા જેવી ચેમ્પિયન ટીમો પહેલેથી જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચુકી છે, જયારે આ અંતિમ ૪ ટીમો વચ્ચે વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પોતાના નામે કરવા માટે એડી ચોટીનું જોર અજમાવશે.

ફૂટબોલના વર્લ્ડકપની અંતિમ ચાર ટીમોની વાત કરવામાં આવે તો પ્રથમ ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાંસની ટીમે ઉરુગ્વેને ૨-૦થી, બીજી ક્વાર્ટર ફાઈનલમાં બેલ્જિયમની ટીમે બ્રાઝિલને ૨-૧થી, ત્રીજી ક્વાર્ટર ફાઈનલમાં ઈંગ્લેંડની ટીમે સ્વીડનને ૨-૦થી અને અંતિમ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ક્રોએશિયાએ યજમાન રશિયાને પેનલ્ટી શૂટ આઉટમાં ૪-૩થી હરાવી અંતિમ-૪માં પોતાનું સ્થાન હાંસલ કર્યું છે.

ફૂટબોલ મહાકુંભની આ ૪ ટીમો વચ્ચે જામશે સેમિ ફાઈનલ જંગ :

 (૧). પ્રથમ સેમિ-ફાઈનલ :  બેલ્જિયમ  v/s  ફ્રાંસ

તારીખ : ૧૦ જુલાઈ

સમય : રાત્રે ૧૧:૩૦ વાગ્યે

(૨). બીજી સેમિ-ફાઈનલ :  ક્રોએશિયા v/s ઈંગ્લેંડ 

તારીખ : ૧૧ જુલાઈ

સમય : રાત્રે ૧૧.૩૦ વાગ્યે