World Junior Chess Championship/ આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

ભારતના 100થી વધુ અને ગુજરાતના 5 ખેલાડીઓ ભાગ લેશે. 13 જૂને ટુર્નામેન્ટ સમાપ્ત થશે………

Top Stories Gandhinagar Gujarat Breaking News
Image 2024 06 02T084606.882 આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

Gandhinagar: ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન(AICF) અને ફેડરેશન ઈન્ટરનેશનલ ડેસ ઈચેક્સ (FIDE)ના સંયુક્ત ઉપક્રમે આજથી ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે જુનિયર વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતના સ્ટેટ એસોશિયેશન આ પ્રતિષ્ઠિત મેગા ઈવેન્ટ પાર પાડશે.

ગિફ્ટ સિટી ક્લબમાં આ ટુર્નામેન્ટ યોજાશે. મહત્વનું છે કે ગુજરાતમાં સૌ પ્રથમ વખત જુનિયર ચેસ વર્લ્ડ કપ રમાશે. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ગ્રાન્ડ માસ્ટર અને ફીડેના વાઈસપ્રેસિડેન્ટ તેનું ઉદ્ઘાટન કરશે. જીસીએના પ્રમુખે જણાવ્યું કે, 46થી વધુ દેશોના 228 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. ટુર્નામેન્ટમાં બોયસ અને ગર્લ્સ કુલ મળીને 15 ગ્રાન્ડ માસ્ટર્સ, 38 ઈન્ટરનેશનલ માસ્ટર્સ ભાગ લેશે.

GM Vishy Anand to inaugurate FIDE World Junior Chess Championship in  Gandhinagar

ઓપન કેટેગરીમાં 40 દેશોમાંથી 126 ખેલાડીઓ છે, જ્યારે મહિલા ખેલાડીઓ 28 ફેડરેશનમાંથી 102 ખેલાડીઓ, 13 ગ્રાન્ડમાસ્ટર્સ, 28 ઇન્ટરનેશનલ માસ્ટર્સ (પુરુષો અને મહિલાઓ), 2 મહિલા ગ્રાન્ડમાસ્ટર્સ અને 10 ઇન્ટરનેશનલ વુમન માસ્ટર્સ સાથે ચેમ્પિયનશિપ છે.

ભારતના 100થી વધુ અને ગુજરાતના 5 ખેલાડીઓ ભાગ લેશે. 13 જૂને ટુર્નામેન્ટ સમાપ્ત થશે. પદ્મ વિભૂષણ અને 5 વાખત વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનેલા વિશ્વનાથન આનંદે પ્રજ્ઞાનાનંદા, ડી.ગુકેશની પ્રતિભાને બિરદાવતા જૂની ચેમ્પિયનશિપ તરીકેની યાદો તાજી કરી હતી. અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતા સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રા સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. આ ઉપરાંત ગ્રાન્ડ માસ્ટર્સ પ્રણવ આનંદર અને દિવ્યા દેશમુખ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી

આ પણ વાંચો: મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં

આ પણ વાંચો: ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ