Not Set/ કોણ હતા જુન્કો તાબેઈ? જેની યાદમાં ગૂગલે બનાવ્યું ડૂડલ

આજે ગૂગલે જૂન્કો તાબેઇ (Junko Tabei)ના જન્મદિવસ પર ડૂડલ બનાવીને યાદ કર્યા રહ્યાં છે. તેમણે માઉન્ટ એવરેસ્ટની શિખર પર વિજય મેળવ્યા પછી પોતાની યાત્રા ચાલુ રાખી હતી અને 70 થી વધુ દેશોના સૌથી ઊંચા પર્વત શિખરો પર વિજય મેળવી ઇતિહાસ રચ્યો હતો. 16 મે, 1975 ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનારી વિશ્વની પ્રથમ મહિલા […]

World
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAARJMAH 7 કોણ હતા જુન્કો તાબેઈ? જેની યાદમાં ગૂગલે બનાવ્યું ડૂડલ

આજે ગૂગલે જૂન્કો તાબેઇ (Junko Tabei)ના જન્મદિવસ પર ડૂડલ બનાવીને યાદ કર્યા રહ્યાં છે. તેમણે માઉન્ટ એવરેસ્ટની શિખર પર વિજય મેળવ્યા પછી પોતાની યાત્રા ચાલુ રાખી હતી અને 70 થી વધુ દેશોના સૌથી ઊંચા પર્વત શિખરો પર વિજય મેળવી ઇતિહાસ રચ્યો હતો. 16 મે, 1975 ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનારી વિશ્વની પ્રથમ મહિલા જૂન્કો તાબેઈનું 77 વર્ષની વયે કેન્સરથી અવસાન થયું હતું.

મુખ્ય માહિતી…

મિહારુ, ફુકુશીમામાં જુન્કોનો જન્મ થયો હતો.

તેઓના સાત બહેન-ભાઈ હતા. તેમનો પંચમાં નંબરના હતા.

તે ફક્ત 10 વર્ષની ઉમરમાં પહેલીવાર માઉન્ટ નાસૂની નજીક ચઢાઈ કરી હતી.

તેમના પતિનું નામ માસાનોબૂ તાબેઇ હતું.

તેમના પતિ એક માઉન્ટ ક્લાઇમ્બર હતા .

1965 માં જાપાનમાં પર્વતારોહણના સમયે તેઓ માસાનોબૂમે મળ્યા હતા.

1991 માં એવરેસ્ટને જીત્યાના 16 વર્ષ પછી, તેમણે એક મુલાકાતમાં કહ્યું, ‘હું હજી પણ વધુ પર્વતો પર વિજય મેળવવા માંગુ છું. તેમણે આ હિંમતવાન કાર્ય એવા દેશમાં રહીને કર્યું જ્યાં મહિલાઓની જગ્યા ઘરે માનવામાં આવતી હતી. તેનું માનવું હતું કે વ્યક્તિએ જીવનને પૂર્ણ  જીવવું જોઈએ.

તેમણે 1969 માં લેડિઝ ક્લાઇમ્બીંગ ક્લબની સ્થાપના કરી. બે બાળકોની માતાએ 1991 ના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મારી પેઢીના મોટાભાગના જાપાની પુરુષો અપેક્ષા રાખે છે કે સ્ત્રીઓ ઘરે રહે અને ઘરકામ કરે.” 1992 માં, તે સાત ખંડોના ઉચ્ચતમ પર્વતોની શિખરો પર વિજય મેળવનારી પ્રથમ મહિલા બની.

ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું એનિમેશન –
screenshot from 2019 09 22 11 25 43 5d870d3b523d4 કોણ હતા જુન્કો તાબેઈ? જેની યાદમાં ગૂગલે બનાવ્યું ડૂડલ
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.