Not Set/ કુલભૂષણ જાધવનો કેસ 1 રૂપિયામાં લડીને સાલ્વેએ જીત્યું દેશનું દિલ, પાકિસ્તાનના વકિલે ખંખેર્યા 20 કરોડ

કુલભૂષણ જાધવના કેસમાં એકવાર ફરી ભારત અને પાકિસ્તાની વચ્ચેનો તફાવત સ્પષ્ટ જોવા મળ્યો. ભારતીય વકીલ હરીશ સાલ્વેએ કુલભૂષણ જાધવના કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં લડવા માટે જ્યાં ફીસના રૂપમાં માત્ર એક રૂપિયો લીધો છે, તો ત્યાં જ પાકિસ્તાને જાધવને જાસૂસ સાબિત કરવા માટે તેના વકીલ પર 20 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેમ છતાં પણ પક્ષ ભારતની […]

Top Stories World
mahi 4 કુલભૂષણ જાધવનો કેસ 1 રૂપિયામાં લડીને સાલ્વેએ જીત્યું દેશનું દિલ, પાકિસ્તાનના વકિલે ખંખેર્યા 20 કરોડ

કુલભૂષણ જાધવના કેસમાં એકવાર ફરી ભારત અને પાકિસ્તાની વચ્ચેનો તફાવત સ્પષ્ટ જોવા મળ્યો. ભારતીય વકીલ હરીશ સાલ્વેએ કુલભૂષણ જાધવના કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં લડવા માટે જ્યાં ફીસના રૂપમાં માત્ર એક રૂપિયો લીધો છે, તો ત્યાં જ પાકિસ્તાને જાધવને જાસૂસ સાબિત કરવા માટે તેના વકીલ પર 20 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેમ છતાં પણ પક્ષ ભારતની તરફેણમાં આવ્યો અને પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો.એક રૂપીયો ફીસ લેનાર હરીશ સાલ્વેએ પાકિસ્તાનના 20 કરોડ રૂપિયાના વકીલ ખાવર કુરૈશીને આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટીસમાં દરેક મોરચા પર માત આપી…

આઇસીજેમાં કુલભૂષણ જાધવના કિસ્સામાં પાકિસ્તાનની હાર પછી સોશિયલ મીડિયામાં વકીલ હરીશ સાલ્વેની પ્રશંસા થઈ રહી છે. આપને જણાવીએ કે પાકિસ્તાનમાં જ્યાં આઇસીજેમાં બે વકીલો બદલાયા હતા, ત્યાં જ સાલ્વે એકલા જ હતા અને જાધવને ફાંસી પર રોક લગાવામાં સફળ રહ્યા હતા.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભાગ્યે જ આ વાતને સ્વિકારી શકશે. વાસ્તવમાં, જ્યારે હરિશ સાલ્વે જાધવના કેસને દેશની પ્રતિષ્ઠા અને સન્માન તરીકે લડ્યા ત્યારે ખાવર કુરૈશીએ તેને એક કેસ તરીકે જ લડ્યા. કદાચ આ જ કારણ છે કે સાલ્વેએ કુરૈશીની દરેક દલીલને માત આપી. આઈસીજેએ 15-1થી ભારતની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો છે. અહી રાહતની વાત એ છે કે જાધવની ફાંસી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે દેશના મોટા વકીલોમાં હરીશ સાલ્વેની ગણતરી કરવામાં આવશે. તેઓ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે અને તેમનું નામ દેશના સૌથી મોંઘા વકીલોમાં સામેલ છે. સમાચાર મુજબ, સાલ્વેની વન ડે ફી લગભગ રૂ. 35 લાખ છે. આ છતાં, તેઓએ જાધવનો કેસ માત્ર એક રૂપિયો લઇને લડ્યો. સાલ્વેના પિતા ભૂતપૂર્વ કોંગ્રેસ સાંસદ અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર એનકેપી સાલ્વે હતા. બીજું, કેમ્બ્રિજ યુનિવર્સિટીના કાયદામાં ગ્રેજ્યુએટ કુરૈશી વિશે વાત કરવામાં આવે તો તે આઇસીજેમાં કેસ લડનાર સૌથી નાના વકીલ છે. ગયા વર્ષે સંસદમાં બજેટ દસ્તાવેજો રજૂ કરતી વખતે, પાકિસ્તાન સરકારે જણાવ્યું હતું કે, ખાવર કુરૈશી, ઘ હેગના ઇન્ટરનેશનલ કોર્ટમાં જાધવના કેસને લડવા માટે  રૂ. 20 કરોડ આપવામાં આવ્યા છે.

પાકિસ્તાનના ન્યાયમૂર્તિ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના હુકમ પર અમલ કરે છે, તે જોવાની વાત છે. અહીં નોંધ લેવાનો મુદ્દો એ છે કે આંતરરાષ્ટ્રીય અદાલત પાસે તેના આદેશને અમલમાં મૂકવાની કોઈ સીધી શક્તિ નથી. આવા કિસ્સામાં, જો કોઈ દેશ એવું માને છે કે અન્ય દેશે આઇસીજેનું હુકમ પૂર્ણ કર્યું નથી, તો તે તેના પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને અપીલ કરી શકે છે. આના પર, સુરક્ષા કાઉન્સિલ તે આદેશને અમલમાં મૂકવા માટે તે દેશ સામે પગલાં લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.