Not Set/ પાકિસ્તાનની વધુ એક નાપાક કરતૂત, આતંકી બુરહાનના નામે પોસ્ટ ટિકિટ જાહેર કરી બતાવ્યો ફ્રીડમ આઇકોન

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના સૈનિકોએ ૫૧ વર્ષીય BSFના જવાન નરેન્દ્ર સિંહનો મૃતદેહ ક્ષત વિક્ષિત હાલતમાં છોડ્યા બાદ હવે પાકિસ્તાન દ્વારા હવે વધુ એક નાપાક હરકત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના પોસ્ટ વિભાગ દ્વારા ૨૦ પોસ્ટ ટિકિટ જાહેર કરવામાં આવી છે, જેમાં કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની તસ્વીરો છે. આ આતંકવાદીઓમાં બુરહાન વાનીનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટમાં […]

World Trending
Dnmv71NXcAE9Nd9 પાકિસ્તાનની વધુ એક નાપાક કરતૂત, આતંકી બુરહાનના નામે પોસ્ટ ટિકિટ જાહેર કરી બતાવ્યો ફ્રીડમ આઇકોન

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના સૈનિકોએ ૫૧ વર્ષીય BSFના જવાન નરેન્દ્ર સિંહનો મૃતદેહ ક્ષત વિક્ષિત હાલતમાં છોડ્યા બાદ હવે પાકિસ્તાન દ્વારા હવે વધુ એક નાપાક હરકત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના પોસ્ટ વિભાગ દ્વારા ૨૦ પોસ્ટ ટિકિટ જાહેર કરવામાં આવી છે, જેમાં કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની તસ્વીરો છે. આ આતંકવાદીઓમાં બુરહાન વાનીનો પણ સમાવેશ થાય છે.

DnjPHcZX4AA2bo2 પાકિસ્તાનની વધુ એક નાપાક કરતૂત, આતંકી બુરહાનના નામે પોસ્ટ ટિકિટ જાહેર કરી બતાવ્યો ફ્રીડમ આઇકોન
world-pakistan-issued-postal-stamp-twenty-terrorist-included-burhan-wani

રિપોર્ટમાં પાકિસ્તાન પોસ્ટ વિભાગના એક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, પોસ્ટ વિભાગના હેડક્વાર્ટર કરાચીથી આં ટિકિટો જાહેર કરવામાં આવી છે”.

કાશ્મીરનો રાગ આલોપતા તેઓએ જણાવ્યું હતું કે, “આ પગલાથી કાશ્મીરની સમસ્યા આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ઉઠાવવામાં આવશે. બીજી બાજુ માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન કાશ્મીરીઓની જંગમાં પોતાને તેઓની સાથે બતાવવા માટે આ પગલા ઉઠાવી રહ્યું છે.

DnjPHMQWsAMhQ1Z પાકિસ્તાનની વધુ એક નાપાક કરતૂત, આતંકી બુરહાનના નામે પોસ્ટ ટિકિટ જાહેર કરી બતાવ્યો ફ્રીડમ આઇકોન
world-pakistan-issued-postal-stamp-twenty-terrorist-included-burhan-wani

બતાવવામાં આવી રહ્યું છે કે, પોસ્ટ ટિકિટોમાં લગાવવામાં આવેલી આતંકીઓની તસ્વીરોને ભારતીય સૈનિકો દ્વારા પીડિત બતાવવામાં આવી રહ્યા છે. આ ફોટોની નીચે આતંકીઓના કેપ્શન લખીને તેઓને પીડિત અને શહીદ ઘોષિત કરવાનો પ્રયાસ કર્યો છે.

અલગ -અલગ પોસ્ટ ટિકિટ પર જુદા – જુદા કેપ્શન લખવામાં આવ્યા છે. જેમાં કેમિકલ હથિયારોનો ઉપયોગ, પેલેટ ગનનો ઉપયોગ, સામુહિક કબ્ર અને બુરહાન વાની ફ્રીડમ આઇકોન લખ્યું છે.

BSFના જવાન નરેન્દ્ર સિંહનું અપહરણ કર્યા બાદ આચરવામાં આવી ક્રૂરતા

હકીકતમાં, પાકિસ્તાનના સૈનિકો દ્વારા ૫૧ વર્ષીય BSFના જવાન નરેન્દ્ર સિંહનું અપહરણ કરીને લઇ ગયા હતા, અને ત્યારવાદ પાક.ના નપુંસક સૈનિકો દ્વારા માનવતાને નેવે મૂકવામાં આવી હતી.

પહેલા પાકિસ્તાન આ સૈનિકોએ BSFના જવાનું ગળું કાપી નાખ્યું, શરીર પર કરંટ લગાવ્યો. આટલું જ નહીં ત્યારબાદ આ જવાનનો એક પગ કાપી નાખ્યો,.

આ તમામ હેવાનીયત આચર્યા બાદ તેઓથી રહેવાયું નહિ તો, BSF ના જવાનની આંખો કાઢી નાખી અને નરેન્દ્ર સિંહે તડપાવવામાં આવ્યા અને અંતે ગોળીઓ દ્વારા છલ્લી કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.

આ હરકતો બાદ નરેન્દ્ર સિંહ નો ક્ષત વિક્ષિત હાલતમાં તેઓની મૃતદેહ ભારતીય સેનાના જવાનોને મળ્યો, ત્યારે તેઓ પણ જોઈને અચંબિત થઈ ગયા હતા