Not Set/ પીએમ મોદીની માલદીવના રાષ્ટ્રપતિ સાથે આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલેહે ભારત દ્રારા નિર્મિત દરિયાકાંઠાની દેખરેખ રડાર સિસ્ટમનું અહિયાં શનિવારે સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બંને નેતાઓ સંરક્ષણ અને દરિયાઇ સલામતી જેવા મહત્વના ક્ષેત્રોમાં તેમના દ્વિપક્ષી સહકારને વધારવા માટે વ્યાપક વાટાઘાટ કરી છે. આ રડાર સિસ્ટમનું ઉદ્ઘાટન ઘણું મહત્વ ઘરાવે છે, કારણ કે ચીન હિંદ મહાસાગરમાં તેના […]

Top Stories World
am પીએમ મોદીની માલદીવના રાષ્ટ્રપતિ સાથે આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલેહે ભારત દ્રારા નિર્મિત દરિયાકાંઠાની દેખરેખ રડાર સિસ્ટમનું અહિયાં શનિવારે સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બંને નેતાઓ સંરક્ષણ અને દરિયાઇ સલામતી જેવા મહત્વના ક્ષેત્રોમાં તેમના દ્વિપક્ષી સહકારને વધારવા માટે વ્યાપક વાટાઘાટ કરી છે.

આ રડાર સિસ્ટમનું ઉદ્ઘાટન ઘણું મહત્વ ઘરાવે છે, કારણ કે ચીન હિંદ મહાસાગરમાં તેના સમુદ્ર રેશમ માર્ગ પ્રોજેક્ટ માટે માલદીવને મહત્વપૂર્ણ માને છે. ચીનમાં આના માટે શ્રીલંકાના હંબનટોટા બંદરગાહ  અને આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ જીબૂતી પર તેનો પ્રભાવ કાયમ કરી લીધો છે.

દરિયાકાંઠાની દેખરેખ રડાર,ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ માટે પ્રાથમિક સેન્સર છે. બંને દેશોએ ભારતીય નૌસેના અને માલદીવ રાષ્ટ્રીય સંરક્ષણ દળ વચ્ચેની ‘વ્હાઇટ શિપિંગ’ માહિતી શેર કરવા માટે તકનીકી કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ‘વ્હાઈટ શિપિંગ’ કરાર હેઠળ, બંને દેશો એક-બીજાના દરિયાઇ વિસ્તારોમાં વેપારી જહાજો વિશે બંને દેશોની નૌસેનાની વચ્ચે  માહિતીની ફેરબદલ કરવાનું મૂલ્યવાન કરે છે. વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ સોલેહે સંયુક્ત રીતે માફિલાફૂશીમ માલદીવ રાષ્ટ્રીય સંરક્ષણ દળના એકંદર તાલીમ સંસ્થા અને દરિયાકાંઠાની દેખરેખ રડાર સિસ્ટમનું ઉદ્ધાટન કર્યું.