Not Set/ પાકિસ્તાન : એવું તો શું થયું કે સ્કુલના પ્રિન્સીપાલને ફટકારવામાં આવી ૧૦૫ વર્ષની જેલની સજા

પેશાવર પાકિસ્તાનમાં એક ખાનગી શાળાના પ્રિન્સીપાલને ૧૦૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે. મંગળવારે સ્થાનિક અદાલતે સ્કુલની બાળકીનું યૌન શોષણ કરીને તેનો અશ્લીલ વિડીયો બનાવવા બદલ આ સજા ફટકારી છે. પોલીસે આ મામલે ૧૪ જુલાઈ ૨૦૧૭ના રોજ ફરિયાદ નોંધી હતી. આરોપી મારવાત સ્કુલના માલિક પણ છે. પેશાવરની અદાલતે આરોપી પ્રિન્સીપાલને પોર્નોગ્રાફી, રેપ, બ્લેકમેઈલ અને અવૈધ સંબંધો […]

World Trending
CarcelWEB પાકિસ્તાન : એવું તો શું થયું કે સ્કુલના પ્રિન્સીપાલને ફટકારવામાં આવી ૧૦૫ વર્ષની જેલની સજા

પેશાવર

પાકિસ્તાનમાં એક ખાનગી શાળાના પ્રિન્સીપાલને ૧૦૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે. મંગળવારે સ્થાનિક અદાલતે સ્કુલની બાળકીનું યૌન શોષણ કરીને તેનો અશ્લીલ વિડીયો બનાવવા બદલ આ સજા ફટકારી છે.

પોલીસે આ મામલે ૧૪ જુલાઈ ૨૦૧૭ના રોજ ફરિયાદ નોંધી હતી. આરોપી મારવાત સ્કુલના માલિક પણ છે.

પેશાવરની અદાલતે આરોપી પ્રિન્સીપાલને પોર્નોગ્રાફી, રેપ, બ્લેકમેઈલ અને અવૈધ સંબંધો મામલે ૧૦૫ વર્ષની સજા ફટકારી છે. એટલું  જ નહી પરંતુ ૧૪ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

આરોપીએ ગયા વર્ષે પોતાની ધરપકડ બાદ કબુલ્યું હતું કે તેણે સ્કુલની વિદ્યાર્થીનીનો અશ્લીલ વિડીયો બનાવ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીએ કહ્યું હતું કે અશ્લીલ વિડીયો બનાવવા એ મારો શોખ છે એટલું  જ નહી .પરંતુ પોતાના ખાનગી કોમ્પ્યુટરમાં પણ તે વિડીયો સેવ છે.

પોલીસે તપાસ દરમ્યાન ઘણા મેમરી કાર્ડ અને યુએસબી જપ્ત કર્યા હતા.