Not Set/ અફઘાનિસ્તાનમાં ત્રણ આત્મઘાતી બોમ્બવિસ્ફોટ, 7 પત્રકારો સહિત 40 લોકોના મોત

કાબુલ, અફઘાનિસ્તાનમાં સોમવાર દિવસે એક પછી એક થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં 40 લોકોનાં મોત થયા છે. આ વિસ્ફોટમાં એએફપીના મુખ્ય ફોટોગ્રાફર શાહ મારઇ, બીબીસીના રિપોર્ટર અહેમદ શાહ સહિત સાત પત્રકારો અને 11 બાળકો પણ સામેલ છે. એક મીડીયા રીપોર્ટસ પ્રમાણે આ બધા ફિદાયિન હુમલા હતાં. ગૃહ મંત્રાલયના પ્રવક્તા વાહિદ મજરોહે અફઘાનિસ્તાન મીડિયાને જણાવ્યું છે કે […]

Top Stories World
88451 aodynqxtbc 1525068782 અફઘાનિસ્તાનમાં ત્રણ આત્મઘાતી બોમ્બવિસ્ફોટ, 7 પત્રકારો સહિત 40 લોકોના મોત

કાબુલ,

અફઘાનિસ્તાનમાં સોમવાર દિવસે એક પછી એક થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં 40 લોકોનાં મોત થયા છે. આ વિસ્ફોટમાં એએફપીના મુખ્ય ફોટોગ્રાફર શાહ મારઇ, બીબીસીના રિપોર્ટર અહેમદ શાહ સહિત સાત પત્રકારો અને 11 બાળકો પણ સામેલ છે.

એક મીડીયા રીપોર્ટસ પ્રમાણે આ બધા ફિદાયિન હુમલા હતાં. ગૃહ મંત્રાલયના પ્રવક્તા વાહિદ મજરોહે અફઘાનિસ્તાન મીડિયાને જણાવ્યું છે કે ઘાયલ થયેલા 45 લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

dr.fone 1 અફઘાનિસ્તાનમાં ત્રણ આત્મઘાતી બોમ્બવિસ્ફોટ, 7 પત્રકારો સહિત 40 લોકોના મોત

પહેલો હુમલો કાબુલમાં મોટરબાઇક પર આવેલા હુમલાખોરે કર્યો હતો. જેમા ચાર લોકોનાં મોત થયા હતાં. આ બોમ્બ ધમાકો શાશ દરક વિસ્તારમાં નેશનલ ડાયરેક્ટોરેટ ઓફ સિક્યુરિટીની ઓફીસ પાસે થયો હતો. આ ઘટના મીડિયા કર્મીઓ કવરેજ કરવા આવ્યા ત્યારે જ બીજો વિસ્ફોટ થયો. પ્રથમ હુમલાના 15 મિનિટ પછી બીજો વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં સાત પત્રકારો અને એનડીએસના કર્મચારીઓ ભોગ બન્યા હતા. ત્રીજો બોમ્બ ધમાકો મદરસામાં થયો હતો.

afghanistan attack 759 અફઘાનિસ્તાનમાં ત્રણ આત્મઘાતી બોમ્બવિસ્ફોટ, 7 પત્રકારો સહિત 40 લોકોના મોત

પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર કાબુલમાં બોમ્બરે પોતાની ઓળખ પત્રકાર તરીકે દર્શાવી હતી અને ભીડની વચ્ચે પોતની જાતને વિસ્ફોટકો વડે ઉડાવી દીધી હતી.

AP 630 630 અફઘાનિસ્તાનમાં ત્રણ આત્મઘાતી બોમ્બવિસ્ફોટ, 7 પત્રકારો સહિત 40 લોકોના મોત

છેલ્લા 15 વર્ષોમાં અફઘાન મીડિયા માટે આજનો દિવસ સૌથી ઘાતક પુરવાર થયો છે. આ દરમિયાન દક્ષિણ અફઘાનિસ્તાનના આ હુમલામાં વિદેશી અને અફઘાન સુરક્ષા દળોના જવાનો સહિત 16 લોકો પણ ઘાયલ થયા છે. કંધાર પ્રાંતના પોલીસ વિભાગના પ્રવક્તા કાસીમ અફઘાના જણાવ્યા અનુસાર કંધારમાં હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી કાર ઉડાવી દઇને આ હુમલાને અંજામ આપ્યો હતો.  ઘાયલોમાં કેટલાક વિદેશી લોકો અને અફગાન સુરક્ષા જવાનો પણ સામેલ છે.