Not Set/ લંડન: એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પરથી મળ્યા 3 બોમ્બ, એક બ્લાસ્ટ

લંડનના એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર 3 બોમ્બ મળ્યા છે. આમાંથી એક બોમ્બ બ્લાસ્ટ થયો છે જોકે, કોઈ પણ જાનહાનિની કોઈ માહિતી નથી.આતંકીઓની આ કાર્યવાહીને પોલીસ દ્વારા નિષ્ફળ કરવામાં આવી છે. સમાચાર એજન્સી અનુસાર, બોમ્બ નાના કદના છે. તેને લંડનના બે મુખ્ય એરપોર્ટ અને એક મુખ્ય રેલ્વે સ્ટેશન મોકલવામાં આવ્યા છે. લંડન પોલીસએ કહ્યું છે […]

World
pla 10 લંડન: એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પરથી મળ્યા 3 બોમ્બ, એક બ્લાસ્ટ

લંડનના એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર 3 બોમ્બ મળ્યા છે. આમાંથી એક બોમ્બ બ્લાસ્ટ થયો છે જોકે, કોઈ પણ જાનહાનિની કોઈ માહિતી નથી.આતંકીઓની આ કાર્યવાહીને પોલીસ દ્વારા નિષ્ફળ કરવામાં આવી છે.

સમાચાર એજન્સી અનુસાર, બોમ્બ નાના કદના છે. તેને લંડનના બે મુખ્ય એરપોર્ટ અને એક મુખ્ય રેલ્વે સ્ટેશન મોકલવામાં આવ્યા છે.

લંડન પોલીસએ કહ્યું છે કે આ બોમ્બ મંગળવારે મોકલવામાં આવ્યા હતા. આ બોમ્બ હિથ્રો એરપોર્ટ અને લંડન સિટી એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વોટરલૂ રેલ્વે સ્ટેશનમાં પણ બોમ્બ મોકલવામાં આવ્યો છે. પરિવહનના આ ત્રણ કેન્દ્રો ભીડભાડ વળી જગ્યા છે અને અન્ય દેશોના નાગરિકોની મોટા ભાગની સંખ્યા રહે છે.

લંડન પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આવા રક્ષણ હોવા છતાં આ બોમ્બ કેવી રીતે લાવવામાં આવ્યા હતા. લંડન પોલીસ કહે છે કે ત્યાં એક નાનો વિસ્ફોટ થયો હતો અને આ બોમ્બ સાથે આગ લાગી હતી, જે પાછળથી નિયંત્રિત કરવામાં આવી હતી.

લંડન પોલીસ આતંકરોધી ઇકાઈ આ ત્રણ મામલાને એક સાથે જોડીને તપાસ કરી રહી છે. તે એ તપાસ કરી રહી છે કે આ બોમ્બ મોકલવા માટેનો હેતુ શું છે. આ બોમ્બથી કોઈ ઈજા થઇ નથી.

આપને જણાવી દઈએ કે 2017 માં લંડન અને મૈનચેસ્ટરમાં પાંચ હુમલાઓ થયા હતા, જેમાં 36 લોકો માર્યા ગયા હતા. હાલમાં, બ્રિટેનમાં આતંકવાદનું જોખમ ઉચ્ચતમ સ્તર પર છે.