આજે વિશ્વભરમાં માર્શલ આર્ટ્સને વિશેષ માન્યતા આપનારા કુંગ ફૂ નાં માસ્ટર અને જાણીતા અભિનેતા બ્રુસ લી ની આજે જન્મ જયંતી છે. હવે, ભલે તે આ દુનિયામાં નથી, પણ લોકો તેને ખૂબ પસંદ કરે છે. તેમણે જ વિશ્વમાં માર્શલ આર્ટ્સ અને કુંગ ફૂ ને દુનિયાભરમાં ફેલાવ્યો હતો. બ્રુસ લી તેની એક્શનથી ભરેલી ફિલ્મો અને માર્શલ આર્ટ્સ માટે આજે પણ દુનિયાભરમાં જાણીતો છે.
આપને જણાવી દઈએ કે બ્રુસ લી નો જન્મ 27 નવેમ્બર 1940 નાં રોજ સૈન ફ્રાન્સિસ્કોનાં ચાઇના ટાઉનની ચાઇનીઝ હોસ્પિટલમાં થયો હતો, અને 18 વર્ષની ઉંમરે, તેણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાં દાખલો લીધો હતો અને ફી ચૂકવવા માટે કુંગ ફૂ શીખવાડવાનું શરૂ કર્યું હતું.
20 જુલાઈ 1973 નાં રોજ તેણે વિશ્વને અલવિદા કહ્યું હતુ. આપને જણાવી દઈએ કે બ્રુસ લી એક કલાકાર, તત્વજ્ઞાની, અભિનેતા, દિગ્દર્શક, સ્ક્રીન લેખક, નિર્માતા હતો અને તેણે તેની માર્શલ આર્ટની કળાથી દરેકનાં હૃદયમાં એક અલગ સ્થાન બનાવ્યું હતું. બ્રુસ લીએ પોતાના નામ પર ઘણા એવોર્ડ જીત્યા હતા, જેમાં હોંગકોંગ ફિલ્મ એવોર્ડ્સ પરનો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, સ્ટાર ઓફ સેન્ચ્યુરી ધ એવોર્ડ, ગોલ્ડન હોર્સ એવોર્ડ્સ, સ્પેશિયલ જ્યુરી એવોર્ડનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે બ્રુસ લી ની પ્રતિમા હોંગકોંગમાં પણ બનાવવામાં આવી છે.
બ્રુસ લી વધારે હોલીવુડની ફિલ્મો કરી શક્યો નહતો. છતાં હોલીવુડ હોલ ઓફ ફેમમાં ‘બ્રુસ લી’ની તસવીર શામેલ છે. 20 જુલાઈ, 1973 માં 32 વર્ષની વયે માર્શલ આર્ટનાં બાદશાહ કહેવાતા બ્રુસ લીએ વિશ્વને અંતિમ વિદાય આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.