Not Set/ રશિયાનું આ નવું હથિયાર હશે અવાજની ગતિથી ૨૭ ગણું વધુ ઝડપી

મોસ્કો, દુનિયાની ટોચની મહાસત્તાઓમાં સુમાર રશિયા દ્વારા એક હાઈપરસોનિક મિસાઈલ અવાનગાર્દનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઈલના સફળ પરીક્ષણ બાદ રશિયાના અધિકારીઓ દ્વારા દાવો કરાયો છે કે, આ હથિયાર દુનિયાની કોઈ પણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સક્ષમ છે. રશિયાના ડેપ્યુટી PM યુરી બોરીસોવે જણાવ્યું હતું કે, “અવાનગાર્દ હાઈપરસોનિક મિસાઈલ અવાજની ગતિ કરતા ૨૭ ગણું […]

Top Stories World Trending
1062144831 રશિયાનું આ નવું હથિયાર હશે અવાજની ગતિથી ૨૭ ગણું વધુ ઝડપી

મોસ્કો,

દુનિયાની ટોચની મહાસત્તાઓમાં સુમાર રશિયા દ્વારા એક હાઈપરસોનિક મિસાઈલ અવાનગાર્દનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઈલના સફળ પરીક્ષણ બાદ રશિયાના અધિકારીઓ દ્વારા દાવો કરાયો છે કે, આ હથિયાર દુનિયાની કોઈ પણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સક્ષમ છે.

રશિયાના ડેપ્યુટી PM યુરી બોરીસોવે જણાવ્યું હતું કે, “અવાનગાર્દ હાઈપરસોનિક મિસાઈલ અવાજની ગતિ કરતા ૨૭ ગણું વધુ તેજ છે, જેના કારણે તેને ઇન્ટરસેપ્ટ કરવું નામુમકિન છે અને અમેરિકા માટે પણ તે અભેદ છે”.

Image result for avangard hypersonic glide vehicle russia

તેઓએ વધુમાં કહ્યું, “આ મિસાઈલના પરીક્ષણ બાદ આગળ પણ બીજી કોઈ સિસ્ટમ નાકામ થઇ જશે”. મળતી માહિતી મુજબ, આ હાઈપરસોનિક મિસાઈલને આગામી વર્ષે રુસી સેનામાં શામેલ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયાના ડેપ્યુટી PMનું આં નિવેદન અવાનગાર્દના સફળ પરીક્ષણના એક દિવસ પછી આવ્યું છે.

આ પહેલા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે, રશિયા નવા પ્રકારના હથિયારોને બનાવનારો દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે અને આ દેશની સુરક્ષાને અભેદ બનાવશે.